ધરતીપુત્ર : કોણે કહ્યું? કેસર કાશ્મીરમાં જ થાય

રાજકોટ : ભારત કૃષિપ્રધાન દેશમાંથી એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી (કૃષિ વિવિધતા) દેશ બન્યો છે. જેમાં કાશ્મીરના પાકો હવે કન્યાકુમારીમાં ઉગી શકે છે, ગુજરાતના ઘઉં આસામમાં અને ઓડીસાના કાળા ચોખા ગુજરાતના કોઈ પણ ખુણે ઉગાડી શકાય છે. આ એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી માટે જવાબદાર છે ભારતનું અભ્યાસુ યુવાધન. આવા જ એક અભ્યાસુ યુવાને રાજકોટમાં કેસરનું ઉત્પાદન શરૂ કર્યું છે.

आगे पढ़ें