રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર, જાણો સંપૂર્ણ વિગત

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Rajya Sabha Election: રાજ્યસભાની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 4 તથા અન્ય 15 રાજ્યોની મળી કુલ 56 રાજ્યસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ યોજાશે.

આ પણ વાંચો : જો તમે પણ સ્માર્ટફોનમાં ટેમ્પર્ડ ગ્લાસ લગાવ્યો હોય, તો વાંચી લો આ સમાચાર

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

Rajya Sabha Election: ગુજરાત રાજ્યસભાના ચાર સદસ્યોની ટર્મ માર્ચ મહિનામાં પૂર્ણ થઈ રહી છે. ત્યારે ખાલી પડેલી બેઠકો માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ચૂંટણીની તારીખ આવવાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચુંટણી પંચે આગામી એપ્રિલમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે જાહેરનામું અને ચુંટણી કાર્યક્રમ જાહેર કર્યો. જેમાં ગુજરાતની 4 અને અન્ય રાજ્યોની 56 રાજ્યસભાની બેઠકોનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર 8 ફેબ્રુઆરીથી નામાંકન શરૂ થશે. રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 16મી ફેબ્રુઆરીના રોજ થશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. 27 ફેબ્રુઆરીએ મતદાન થશે અને તે જ દિવસે મતગણતરી થશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આપને જણાવી દઈએ કે ગુજરાતમાંથી 2 કોંગ્રેસ અને 2 ભાજપની બેઠકો ખાલી પડશે, જેમાં મનસુખ માંડવીયા, પરશોત્તમ રુપાલા, અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવાની ટર્મ પુર્ણ થાય છે.