Ram Mandir Pran Pratishtha: ગર્ભવતી મહિલાઓ ડિલવરીની નક્કી તારીખ પહેલા બાળકને જન્મ આપવા તૈયાર છે અને તે માટે રીતસર ધસારો જોવા મળી રહ્યો છે. આ ક્રેઝને લઈને તમને પણ સવાલ થતો હશે કે એવું તો વળી શું છે કે મહિલો નક્કી તારીખ પહેલા ડિવલરી કરાવી રહી છે. આવો જાણીએ…
આ પણ વાંચો : Bilkis Bano case : તમામ 11 આરોપીઓએ કર્યું ગોધરા જેલમાં સરેન્ડર
Ram Mandir Pran Pratishtha: ગર્ભવતી મહિલાઓ પણ 22 જાન્યુઆરીના શુભ મુહૂર્તને ઐતિહાસ બનાવા માંગે છે. તબીબોએ જણાવ્યું કે કેટલીક મહિલાઓ જેણે પોતાના પતિઓની સહમતીથી 22 જાન્યુઆરી ડિલવરી તારીખ પસંદ કરી છે. ડિલવરી માટે મહિલાઓ ઓપરેશન કરાવા માટે પણ તૈયાર છે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિવાળી જેવો માહોલ છે. બજારોમાં ધનતેરસ જેવો ઉત્સાહ જોવા મળી છે. ગ્રાહકો શુભ મુહુર્ત પર ખરીદી કરવા માટે મોટા પ્રમાણમાં બુકિંગ કરાવ્યું છે. દેશના શુભ મુહુર્તને લઈ ફોર વ્હિલ અને ટુ વ્હિલનું મોટા પ્રમાણમાં બુકિંગ કરાવામાં આવ્યું છે. જેની ડિલવરી 22 તારીખે માંગવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ ગર્ભવતી મહિલાઓમાં પણ આજના દિવસે ડિલવરી કરાવવા ધસારો જોવા મળ્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ગર્ભવતી મહિલાઓ પણ 22 જાન્યુઆરના શુભ મુહુર્તને ઐતિહાસિક બનાવા માંગે છે. ડોક્ટર્સે જણાવ્યું કે એવી કેટલીક મહિલાઓ છે જેઓએ પોતાના પતિની સહમતિથી 22 જાન્યુઆરીને ડિલવરી તારીખ તરીકે પસંદ કરી છે. ડિલવરી માટે તે ઓપરેશન કરાવવા પણ તૈયાર છે.
પરિવારમાં નવા મહેમાનના આગમન માટે સિજેરિયન કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એવી ઘણી ગર્ભવતી મહિલાએ છે જે ડિવલરીની તારીખથી બે અઠવાડિયા પહેલા બાળકને જન્મ આપવા માંગે છે. જો કે બાળકની સુરક્ષાને જોતા ડિલવરીનો અંતિમ નિર્ણય ડોક્ટરના હાથમાં જ હશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લા વિરાજમાન થશે. બજારમાં રામરાજ્યના ધ્વજ ફરકાવામાં આવી રહ્યાં છે. ભારત જ નહિ પરંતું આખી દુનિયામાં રામ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિવાળી જેવો માહોલ છે. દરેક શેરી, વિસ્તાર, ગામ, શહેર રામરાજ્યની સ્થાપનાને લઈ રામમય બની ગયું છે. ત્યારે ગર્ભવતી મહિલાઓ પણ આ દિવસે બાળકનો જન્મ થાય તેવી તીવ્ર ઇચ્છા ધરાવે છે અને તેને માટે સિજેરિયન કરવા માટે પણ તૈયાર છે.