Harshjit Jani Gujarat Khabari Media
પીએમ મોદીએ ૨૦૩૫ સુધીમાં સ્પેસ સ્ટેશન અને ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર સમાનવ મિશનના આપેલા લક્ષ્યાંકમાં ગુજરાત યોગદાન આપવા સજ્જ
ઇન-સ્પેસ અને ગુજરાત સરકારે સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપવા માટે MoU કર્યા
આ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર જમીન તેમજ સ્પેસ અને સંલગ્ન ક્ષેત્રના ઉદ્યોગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં સંપૂર્ણ સહયોગ આપશે : મુખ્યમંત્રી
મિશન ગગનયાન એક મહત્વપૂર્ણ અવકાશ મિશન છે જેના પર ભારત કામ કરી રહ્યું છે. તેઓ શ્રીહરિકોટાના એક ખાસ સ્પેસ સેન્ટરમાં TV-D1 નામની ટેસ્ટ ફ્લાઈટ કરવા જઈ રહ્યા છે. આ ટેસ્ટ ફ્લાઇટ 21 ઓક્ટોબરના રોજ સવારે 7 થી 9 વાગ્યા સુધી થશે. આ ટેસ્ટ ફ્લાઇટનો હેતુ એ જોવાનો છે કે ક્રૂ મોડ્યુલ નામના અવકાશયાનનો વિશેષ ભાગ સારી રીતે કામ કરી રહ્યો છે કે નહીં. ક્રૂ મોડ્યુલ એ અવકાશયાનનો એક ભાગ છે જે ભારતીય અવકાશયાત્રીઓને આવતા વર્ષે અવકાશમાં લઈ જશે. આ પરીક્ષણ ઉડાન માટે, તેઓ ક્રૂ મોડ્યુલને અવકાશમાં કોઈપણ અવકાશયાત્રીઓ વગર મોકલશે, તેને પૃથ્વી પર પાછું લાવશે અને તેને બંગાળની ખાડીમાં સુરક્ષિત રીતે લેન્ડ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-૩ની સફળતા પછી ભારતને અવકાશ ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
આ હેતુસર વડાપ્રધાને ૨૦૩૫ સુધીમાં સ્પેસ સ્ટેશન અને ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર સમાનવ મિશનનો લક્ષ્યાંક રાખ્યો છે. એટલું જ નહીં, ચંદ્રયાન મિશન્સની વધુ શૃંખલા, નેકસ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ ડેવલપમેન્ટ, નવા લોન્ચપેડ નિર્માણ જેવી પહેલ માટે પણ પ્રેરણા આપી છે.
ગુજરાતે વડાપ્રધાનના આ લક્ષ્યાંકમાં પોતાનું યોગદાન આપવાની સજ્જતા કેળવવા એક મહત્વપૂર્ણ MoU કર્યો છે.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્વાયત એજન્સી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર ઇન-સ્પેસ અને ગુજરાત સરકાર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ MoU કરવામાં આવ્યા છે.
તદઅનુસાર, અમદાવાદના બોપલમાં પોતાનું હેડ ક્વાર્ટર ધરાવતી ઇન-સ્પેસ સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરની સ્થાપના કરવાની છે.
સ્પેસ ટેકનોલોજીના સાધનોને અનુરૂપ વિવિધ મેન્યુફેક્ચરિંગ એકમો-ઉદ્યોગો આ ક્લસ્ટરમાં શરૂ કરવા માટે ઇન-સ્પેસ પ્રોત્સાહન અને ટેકનિકલ ગાઈડન્સ પૂરું પાડશે. આ હેતુસર બોપલમાં ઇન-સ્પેસના હેડક્વાર્ટર ખાતે ટેકનિકલ સપોર્ટ એન્ડ ઇન્કયુબેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર જમીન તેમજ સ્પેસ અને સંલગ્ન ક્ષેત્રના ઉદ્યોગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં સંપૂર્ણ સહયોગ આપશે તેમ આ તકે જણાવ્યું હતું.
આ અવસરે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત, રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ભારત સરકારની ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ઇન-સ્પેસના ચેરમેન ડૉ. પવન કુમાર ગોયેંકા, જોઈન્ટ સેક્રેટરી લોચન શહેરા તથા પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ઇન-સ્પેસના ડાયરેક્ટર ટેકનિકલ ડૉ. રાજીવ જ્યોતિ અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા.
વડાપ્રધાન મોદીએ તાજેતરમાં કેટલીક ખાસ સૂચનાઓ આપી હતી કારણ કે ભારત ચંદ્રયાન-3 અને આદિત્ય એલ1 જેવા અવકાશ મિશનમાં સફળ રહ્યું છે. તે ઇચ્છે છે કે ભારત 2035 સુધીમાં સ્પેસ સ્ટેશન બનાવવા અને 2040 સુધીમાં પ્રથમ ભારતીયને ચંદ્ર પર મોકલવા જેવા નવા લક્ષ્યો હાંસલ કરે. આવું કરવા માટે, અવકાશ વિભાગ ચંદ્ર પર સંશોધન કરવા માટે એક યોજના બનાવશે અને નવા રોકેટ અને લેબ બનાવશે. વડાપ્રધાન એ પણ ઈચ્છે છે કે ભારતીય વૈજ્ઞાનિકો શુક્ર અને મંગળ જેવા અન્ય ગ્રહો પરના મિશન વિશે વિચારે. તે ભારતની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખે છે અને ઈચ્છે છે કે દેશ આકાશ ને આંબી શકે.
આ પણ વાંચો https://khabrimedia.com/7th-pay-commission-applied/