રામ મંદિરના (Ram Mandir) ઉદ્ઘાટનનો અનાદર કરીને કોંગ્રેસ (Congress) પોતે જ ફસાઈ ગઈ છે. પાર્ટીના નેતાઓ જ કોંગ્રેસની કરતુતથી નારાજ થયા છે. ગુજરાતમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓ પાર્ટીના આ નિર્ણય પર વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે.
આ પણ વાંચો : કોર્ટના આદેશ બાદ રાજીવ ગાંધીએ માત્ર 40 મિનિટમાં લોક ખોલીને રામ મંદિરનો પાયો નાખ્યો
કોંગ્રેસે રામ મંદિર ઉદ્દઘાટનનું આમંત્રણ ફગાવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ હાઇકમાનના આ નિર્ણય પર કોંગ્રેસના જ કેટલાક સીનિયર નેતાઓ ભડક્યા છે. ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ (Arjun Modhavadia) સોશિયલ મીડિયા એક્સ પર હાઇકમાનના નિર્ણયની ટિકા કરી છે, તેમણે કોંગ્રેસ નેતા જયરામ રમેશની એક પોસ્ટને ટેગ કરતા કહ્યું કે ભગવાન રામ અમારા આરાધ્ય છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો મુદ્દો છે. રામ મંદિર મામલે કોંગ્રેસે રાજકીય નિર્ણય ના લેવો જોઇએ.
કોંગ્રેસ (Congress) અયોધ્યામાં રામ મંદિરની (Ayodhya Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ નહિ થાય તે સ્પષ્ટ કરી દીધુ છે. તેને લઈ પાર્ટીમાં જ મતભેદ ઊભો થયો છે. ગજરાતમાં કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ અંબરીશ ડેર (Ambrish Der), ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને યુપી કોંગ્રેસના આચાર્ય પ્રમોદ કૃષ્ણ જેવા નેતાઓએ પાર્ટીના નિર્ણયનો વિરોધ કર્યો છે. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે ભગવાન રામ દેશના લોકો માટે આસ્થા અને વિશ્વાસનો વિષય છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
કોંગ્રેસ નેતા અંબરીશ ડેરે (Ambrish Der) સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી કહ્યું, કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અમારા આરાધ્ય દેવ છે એટલે સ્વાભાવિક રીતે આખા ભારતના અગણિત લોકોની આસ્થા આ નવનિર્મિત મંદિર સાથે વર્ષોથી જોડાયેલી છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ કેટલાક ખાસ નિવેદનોથી દુર રહેવું જોઈએ અને જનભાવનાઓનું દિલથી સન્માન કરવું જોઈએ. આ પ્રકારનું નિવેદન મારા જેવા ગુજરાત કોંગ્રેસના કેટલાય કાર્યકર્તાઓ માટે નિરાશાજનક છે.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ એક્સ પર લખ્યું કે, ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો મુદ્દો છે. કોંગ્રેસે આવા રાજનૈતિક નિર્ણયોથી દૂર રહેવું જોઈએ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ પણ વાંચો : વાઇબ્રન્ટ ગુજરાતમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, જાણો શું છે પ્લાન
યુપી કોંગ્રેસ નેતા આચાર્ય કૃષ્ણમે પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, રામ મંદિર અને ભગવાન રામ સૌના છે. રામ મંદિરને બીજેપી, આરએસએસ, વીએચપી કે બજરંગ દળનું માની લેવું દુર્ભાગ્યપૂર્ણ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ હિન્દુ વિરોધી પાર્ટી નથી. કે નથી રામ વિરોધી. કેટલાક લોકો છે જેણે આ રીતનો નિર્ણય લેવડાવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જે ખૂબ ગંભીર મુદ્દો છે. આજે મારુ દિલ તુટી ગયું છે. આ નિર્ણયથી કરોડો કોંગ્રેસના કાર્યકર્તાઓનું દિલ તુટ્યુ છે. તે કાર્યકર્તા અને નેતાઓની જેની આસ્થા ભગવાન શ્રી રામ સાથે જોડાયેલી છે. કોંગ્રેસ એ પાર્ટી છે જે મહાત્મા ગાંધીના માર્ગે ચાલે છે. કોંગ્રેસ એ પાર્ટી છે કે જેના નેતા રાજીવ ગાંધીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. રામ મંદિરના તાળા ખોલવાનું કામ કર્યું છે. ભગવાન શ્રી રામ મંદિરના નિમંત્રણને અસ્વીકાર કરવું ખૂબ જ દુ:ખદ, પીડાદાયક અને કષ્ટદાયક છે.