IPL 2024 GT vs MI : રવિવારે અમદાવાદમાં રમાયેલા મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને 6 રને હરાવ્યું હતુ. મેચમાં કેટલીય એવી ઘટના ઘટી જેના લીધે મેચ ભારે ચર્ચામાં છે. પહેલા તો એક શ્વાન મેદાનમાં ઘુસી ગયો હતો. જેના કારણે મેચને થોડીવાર માટે રોકવો પડ્યો હતો. બીજા વિડિયોમાં હાર્દિક પંડ્યા પૂર્વ કેપ્ટન રોહિત શર્માને મેદાનમાં દોડાવતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો – ઉજ્જૈન : ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, 13 લોકો દાઝ્યા
IPL 2024 GT vs MI : ઇન્ડિયન પ્રિમીયર લિગ 2024માં રવિવાર 24 માર્ચે ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં શુભમન ગીલની આગેવાનીમાં ગુજરાત ટીમે 6 રનથી જીત પોતાના નામે કરી હતી.
પણ આ મેચમાં ઘણી એવી ઘટનાઓ થઇ, જે સોશિયમ મીડિયા પર ઘણી ચર્ચામાં રહી. પહેલા તો એક શ્વાન મેચની પહેલી ઇનિંગમા મેદાનમાં ઘુસી આવ્યો હતો. જેના કારણે આખી મેચ થોડીવાર માટે રોકવી પડી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
શ્વાન થોડી વાર માટે મેદાનમાં દોડતો રહ્યો હતો. જેના ઘણાં વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. એક વિડિયોમાં જોઈ શકાય છે કે પંડ્યા રમૂજી અંદાજમાં શ્વાનને પોતાની પાસે બોલાવી રહ્યો છે. રોહિત પણ તે શ્વાનને ભગાડતા નજરે પડે છે.
જોકે ગ્રાઉન્ડ સ્ટાફ તરત જ મેદાનમાં આવી તે શ્વાનને બાહર કાઢે છે. આ સમગ્ર ઘટના ગુજરાત ટાઇટન્સની ઇનિંગની 15મી ઓવરમાં સર્જાઈ હતી. ત્યારે સાંઈ સુદર્શન અને ડેવિડ મિલર બેટિંગ કરી રહ્યાં હતા. હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
તે સિવાય મેચનો વધુ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેપ્ટન પંડ્યા પોતાની ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને ફિલ્ડિંગ માટે મેદાનમાં દોડાવતા જોવા મળ્યો હતો. આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેના પર રોહિત શર્માના ચાહકો ભારે નારાજ થયા હતા. સાથે જ પંડ્યાની ભારે ટીકા કરવામાં આવી રહી છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે પંડ્યા ફિલ્ડિંગ દરમિયાન રોહિતને પાછળ જવા માટે કહે છે. રોહિત કન્ફ્યુજ થાય છે અને પૂછે છે કે શું હું? ત્યાર બાદ તે દોડીને પાછળ જાય છે. તે દરમિયાન કમેન્ટેટર કહે છે કે – રોહિત હવે હાર્દિક કેપ્ટન છે તમારે પાછળ જવું પડશે.