IPL 2024 Auction: આ 5 વિદેશી ખેલાડીઓ સસ્તામાં વેંચાયા

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

IPL 2024 Auction: IPL 2024 નું મિનિ ઓક્શન પૂર્ણ થઈ ગયુ છે. આ હરાજીમાં કેટલાક ખેલાડીઓને 20-20 કરોડ રૂપિયા મળ્યા, પરંતુ કેટલાક ખેલાડીઓ પર અપેક્ષા કરતા ઘણી ઓછી બોલી લાગી.

આ પણ વાંચો : 20 December : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

IPL 2024 Auction: IPL 2024 ની આ હરાજીમાં ઇતિહાસમાં પહેલીવાર 20 કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

આ બે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની સાથે વિશ્વભરના અન્ય ઘણા ખેલાડીઓને પણ કરોડો રૂપિયા મળ્યા હતા, પરંતુ કેટલાક એવા ખેલાડીઓ હતા જેમને અપેક્ષા કરતા ઘણા ઓછા પૈસા મળ્યા હતા. આવો અમે તમને એવા પાંચ ખેલાડીઓ વિશે જણાવીએ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

રચિન રવિન્દ્ર – ન્યૂઝીલેન્ડ (Rachin Ravindra – New Zealand)

આ યાદીમાં સૌથી પહેલુ નામ ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રનું આવે છે. રચિને ભારતમાં યોજાયેલા વન ડે વર્લ્ડ કપમાં પોતાની ટીમ તરફથી સૌથી વધુ રન ફટકાર્યા હતા. ખાસ વાત એ છે કે આ તેનો પહેલો વર્લ્ડકપ હતો. રચિને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરી અને લેફ્ટ આર્મ બોલિંગથી પણ ફેન્સ અને વિશ્લેષકોને પ્રભાવિત કર્યા હતા. જેના લીધે રચિન રવિન્દ્રના નામ પર ઓક્સનમાં મોટી બોલી લાગવાની આશા હતી. પરંતું એવું થયું નહિ. 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝવાળા આ ખેલાડીના નામ પર ચેન્નઈ સુપર કિંગ્સે બોલી લગાવવાની શરૂઆત કરી અને અંતે તેને 1.80 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.

PIC – Social Media

ટ્રેવિસ હેડ – ઓસ્ટ્રેલિયા (Travis Head – Australia)

ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ વર્લ્ડ કપના સેમિફાઇનલ અને ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ટ્રેવિસ હેડ ટોપ 6માં કોઈ પણ ક્રમે આક્રમક બેટિંગ કરી શકે છે. તેઓ ઓફ બ્રેક બોલિંગ પણ કરી શકે છે. તેમજ એક જોરદાર ફિલ્ડર પણ છે. તેઓને કેપ્ટનશિપનો પણ અનુભવ છે. તેને લઈ આ ખેલાડી પર મોટી બોલી લાગવાની શક્યતા હતી. જો કે હેડ માટે માત્ર હૈદરાબાદ અને ચેન્નઈએ બોલી લગાવી હતી અને અંતે હૈદરાબાદે 6.80 કરોડ રૂપિયા આપી આ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જે ટ્રેવિસ હેડના સ્તરથી ઘણી ઓછી રકમ કહી શકાય.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

ગેરાલ્ડ કોએત્ઝી – દક્ષિણ આફ્રિકા (Gerald Coetzee – South Africa)

દક્ષિણ આફ્રિકાના યુવા ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં પોતાની ટીમ માટે સૌથી વધુ વિકેટ લીધી હતી. આ બોલરે ભારતીય પીચ પર પોતાની સ્પીડ અને સ્વિંગથી લોકોને ઘણાં પ્રભાવિત કર્યા હતા. આ સિવાય તેઓ આક્રમક બેટિંગ પણ કરી શકે છે. આ કારણોસર, કોએત્ઝી હરાજીના સૌથી મોંઘા ખેલાડી બનવાની અપેક્ષા હતી, પરંતુ તેમ થયું નહીં. ચેન્નાઈ, મુંબઈ અને લખનઉએ આ ખેલાડીના નામ પર બોલી લગાવી, પરંતુ અંતે મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 5 કરોડ રૂપિયા આપીને આ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો.

PIC – Social Media

વાનિન્દુ હસરંગા – શ્રીલંકા (Wanindu Hasaranga – Sri Lanka)

શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિન્દુ હસરાંગા મુખ્ય સ્પિનર ​​તેમજ બેટ્સમેન છે જે નીચલા ક્રમે આવી મોટી હિટ્સ લગાવાની ક્ષમતા ધરાવે છે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી આરસીબીમાં મુખ્ય સ્પિનરની ભૂમિકા ભજવી રહ્યો હતો. તે છેલ્લી લંકા પ્રીમિયર લીગમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો. જોકે, ઈજાના કારણે તે એશિયા કપ અને વર્લ્ડ કપમાં રમી શક્યો નહોતો. એવી આશા હતી કે આ ખેલાડીના નામ પર 8-10 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવશે, પરંતુ એવું થયું નહીં. સનરાઈઝર્સ હૈદરાબાદ સિવાય કોઈ ટીમે વાનિંદુ હસરાંગાના નામ પર બોલી લગાવી ન હતી, તેથી હૈદરાબાદે તેને માત્ર 1.50 કરોડ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.

આ પણ વાંચો : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની તૈયારીઓને આખરી ઓપ

PIC – Social Media

અઝમતુલ્લા ઓમરઝાઈ – અફઘાનિસ્તાન (Azmatullah Omarzai – Afghanistan)

આ યાદીમાં અફઘાનિસ્તાનના એક ખેલાડીનું નામ પણ સામેલ છે. અઝમતુલ્લા ઓમરઝાઈ એક અફઘાન ઓલરાઉન્ડર છે, જેણે ભારતમાં યોજાયેલા ODI વર્લ્ડ કપમાં બેટ અને બોલ બંનેમાં પોતાની કમાલ બતાવી હતી. તે 135 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરી શકે છે અને મિડલ ઓર્ડરમાં પણ શાનદાર બેટિંગ કરી શકે છે. તેના પ્રદર્શનથી તેણે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ઘણી જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું, પરંતુ ગુજરાત ટાઇટન્સ સિવાય અન્ય કોઈ ખેલાડીએ આ ખેલાડીના નામની બોલી લગાવી ન હતી. આ કારણે ગુજરાતે તેને માત્ર 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો.