IPL 2024 Sunrisers Hyderabad: સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન આઈપીએલ 2024માં જોરદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા જોરદાર બેટિંગ કરી રહ્યાં છે.
આ પણ વાંચો – રાજસ્થાનમાં ભીષણ દુર્ઘટના, ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો
IPL 2024 Sunrisers Hyderabad: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઈપીએલ 2024માં અત્યાર સુધીમાં 7 મેચ રમી ચૂકી છે. તેમાંથી 3 વાર હૈદરાબાદની ટીમે 250 રનોનો આંકડો પાર કર્યો છે. હૈદરાબાદના બેટ્સમેન સામેની ટીમને ભારે ધોલાઈ રહ્યાં છે. ઇનિંગની શરૂઆતથી જ હૈદરાબાદના બેટ્સમેન આક્રમક અંદાજથી ચોકા-છગ્ગા ફટકારવાનું શરૂ કરી દે છે. ત્યારે હવે ટીમ તરફથી વોર્નિંગ આપવામાં આવી છે, કે આગામી મેચમાં 300 રનનો આંકડો પાર કરી શકે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ સિઝનમાં ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા હૈદરાબાદ માટે ઓપનિંગની જવાબદારી સંભાળે છે. બંને ઓપનર્સ પહેલા બોલથી જ આક્રમક અંદાજમાં રમવાનું શરૂ કરે છે. હૈદરાબાદે છેલ્લી મેચ દિલ્હી કેપિટલ્સ સામે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમી હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 266/7 રનનો સ્કોર ઊભો કર્યો હતો.
ટ્રેવિસ હેડે મેચમાં 32 બોલમાં 278.12ના સ્ટાઇક રેટથી બેટિંગ કરી 89 રન બનાવ્યાં હતા. હેડની ઇનિંગમાં 11 ચોકા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની સાથે ઓપનિંગ કરનાર અભિષેક શર્માએ 12 બોલમાં 2 ચોકા અને 6 છગ્ગાની મદદથી 46 રન બનાવ્યાં હતા. દિલ્હી કેપિટલ્સ સામે આક્રમક ઇનિંગ રમ્યા પછી અભિષેક શર્માએ કહ્યું કે તેની ટીમ આગામી મેચમાં 300 રનનો આંકડો પાર કરી શકે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
દિલ્હી સામે મેચ બાદ સવાલ પૂછવામાં આવ્યો હતો કે, “આગામી મેચમાં હૈદરાબાદનો સ્કોર શું હશે?” તેનો જવાબ આપતા અભિષેક શર્માએ કહ્યું, કે “શરૂઆતમાં લાગેલો 3નો આંક વધુ સારો દેખાશે.” પોતાની વાતથી અભિષેક શર્માએ સ્પષ્ટ કરી દીધુ છે કે હૈદરાબાદ આગામી મેચમાં 300 રનનો આંકડો પાર કરવાનો પ્રયત્ન કરશે. હવે જોવું રહ્યું કે આગમી મેચમાં હૈદરાબાદની ટીમે કેટલો સ્કોર બનાવશે. જણાવી દઈએ કે હૈદરાબાદની આગામી મેચ 25 એપ્રિલ, ગુરુવારે રોયલ ચેલેન્જર્સ સામે બેંગલુરુમાં રમાનાર છે.