ICC ODI Rankings 2023: બાબરને પછાડી શુભમન બન્યો નંબર 1 બેટ્સમેન

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

Jagdish, Khabri Media Gujarat:

ICC ODI Rankings 2023: દુનિયામાં નંબર 1 વન ડે બેટ્સમેન બાબર આઝમને મોટો ઝટકો મળ્યો છે. હવે તે આ પોઝિશન ગુમાવી ચૂક્યો છે. જ્યારે ભારતના ઓપનર શુભમન ગીલે આઈસીસી મેન્સ બેટ્સમેન રેન્કિંગમાં પાકિસ્તાનના કેપ્ટનની ટોપ પોઝિશન આંચકી લીધી છે. ગીલ પોતાના કરિયરમાં પહેલી વાર ટોપ પર પહોંચ્યો છે.

આ પણ વાંચો : “પરદે કે પીછે પરદાનશી હૈ”, ગુર્ખા વગર જોવા મળી ઇરફાનની પત્ની

PIC – Social Media

બીજી બાજુ મહોમ્મદ સિરાજ વન ડે બોલર્સની રેન્કિંગમાં નંબર 1 પર આવી ગયો છે. તેઓએ શાહીન શાહ અફરીદીને પછાડી નંબર 1નો તાજ પોતાના સિરે સજાવ્યો છે. વર્લ્ડ કપમાં ભારતનાં જોરદાર પ્રદર્શનના કારણે બેટિંગ અને બોલિંગ બંનેમાં ટોપ 10 રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે.

ગીલે વર્લ્ડ કપમાં ભારતને ઘણી શાનદાર ઓપનિંગ અપાવી છે. તેના કારણે જ ગીલે બાબરને પાછળ છોડી ટોચનું સ્થાન મેળવ્યું છે. નંબર 1 વન ડે બેટ્સમેનના રેન્કિંગમાં સચિન તેંડુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલી બાદ ગીલ ભારતનો ચોથો ખેલાડી બન્યો છે. ગીલે ગત અઠવાડિયે શ્રીલંકા સામે 92 અને દક્ષિણ આફ્રિકા સામે 23 રનનું યોગદાન આપ્યું છે. આ ટૂર્નામેન્ટમાં છ ઈનિંગ્સમાં તેણે કુલ 219 રન બનાવ્યાં છે.

આ પણ વાંચો : World Cup 2023 : મેક્સવેલ બન્યો રન મશીન

2 વર્ષ બાદ બાબરે નંબર 1નું સ્થાન ગુમાવ્યું

બાબરે વર્લ્ડ કપમાં આઠ ઈનિંગ્સમાં કુલ 282 રન બનાવ્યાં છે અને તેઓ ગીલથી છ અંક નીચે બીજા સ્થાને આવી ગયો છે. આ રીતે તેનું દુનિયામાં નંબર 1 વન ડે બેટ્સમેન તરીકે તેમનું બે વર્ષથી વધુનું શાસન સમાપ્ત થયું હતુ.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

PIC – Social Media

આ યાદીમાં વિરાટ કોહલીની રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. કિંગ કોહલી આઈસીસી વન ડે બેટ્સમેનની રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચ્યો છે. બીજી બાજુ સિરાજે નંબર 1 વન ડે બોલર તરીકે પોતાનો તાજ ફરી મેળવ્યો છે. જ્યારે કુલદીપ યાદવ ચોથા સ્થાને પહોંચ્યો છે. જસપ્રીત બુમરાહ આઠમાં નંબર પર છે અને મહોમ્મદ શમી 10માં સ્થાને છે. એટલે કે વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગનું ઈનામ ટીમ ઈન્ડિયાના બોલરોને શાનદાર રેન્કિંગના રૂપમાં મળ્યું છે.