Shivangee R Khabri Media Gujarat
સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડે છે. પરંતુ હવે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે. 8 થી 12 નવેમ્બર સુધી દેશના ઉત્તરી પહાડી વિસ્તારોમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં કમોસમી વરસાદની સંભાવના રહેશે.
અંબાલાલ કહે છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના રહેશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની શક્યતા છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ભેજને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. શિયાળામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડિસેમ્બરમાં આવશે, 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડશે.
રાજ્યમાં શિયાળો (Winter 2023) ધીરે ધીરે શરૂ થયો છે. આ દરમિયાન હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યમાં આગામી બે-ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. તાપમાનમાં ફેરફારની શક્યતા નહિવત્ છે.
READ: આજ નું રાશિફળ