Aadhaar Photo Update : આધાર કાર્ડ પર નામ, સરનામું, જન્મતારીખ સહિત તમામ માહિતી આપેલી હોય છે. વર્તમાન સમયમાં આધાર જ તમારી ઓળખનો સૌથી મોટો પુરાવો છે.
આ પણ વાંચો : કેવો હશે આજનો દિવસ તમારો
Aadhaar Photo Update : આધાર કાર્ડ (Aadhaar Card) તમારી ઓળખનો સૌથી મહત્વપૂર્ણ પૂરવો માનવામાં આવે છે. માત્ર ઓળખ જ નહિ મોટાભાગના મહત્વપૂર્ણ કામોમાં આધારને અનિવાર્ય બનાવામાં આવ્યું છે. પરંતું આધાર અને ચૂંટણી કાર્ડ કઢાવતી વખતે લેવાયેલી તસવીર લોકોને ગમતી નથી. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો અને તમારી તસવીરને અપડેટ કરવા માંગો છો. તો અમે આપને તમારી તસવીર કઈ રીતે બદલાવી તે વિશે જણાવીશું.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આજના સમયમાં, આધાર કાર્ડ તમારી ઓળખનો સૌથી મોટો દસ્તાવેજ જ નથી, પરંતુ તે તમામ નાણાકીય હેતુઓ માટે પણ ફરજિયાત બની ગયું છે. બેંક ખાતું ખોલાવવું હોય, બાળકને શાળામાં પ્રવેશ અપાવવો હોય, જમીન કે મકાનનો સોદો હોય કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ લેવો હોય, દરેક જગ્યાએ આધારની જરૂર પડે છે. એવામાં ઘણીવાર એવું પણ થાય છે કે લોકોને ફોટાની ઓળખ કરવી મુશ્કેલ બને છે. આ સમસ્યાના ઉકેલ માટે UIDAIએ યૂઝર્સને જુનો ફોટો કઈ રીતે અપડેટ કરવો તેની સુવિધા આપી છે. આપણે જણાવી દઈએ કે આ કામ ઓનલાઇન શક્ય નથી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આધાર કાર્ડ ધારકને આધાર સેન્ટરે જવું પડશે
આધાર કાર્ડ પર નામ, સરનામું, જન્મ તારીખ સહિત તમામ માહિતી આપવામાં આવી હોય છે. આ માહિતી સાથે તમારી ફોટો પણ છપાયેલી હોય છે. જે તમારી ઓળખમાં ઉપયોગી બને છે. કાર્ડ પર લાગેલી પોતાની જુની તસવીરને બદલાવીને નવો ફોટો અપડેટ કરવા માટે તમારે તમારા નજીકના આધાર સેન્ટર (Aadhaar Center) પર જવું પડશે.
આ પણ વાંચો : SBIમાં ખાતુ ધરાવતા ગ્રાહકો માટે મોટા સમાચાર
ફોટો અપડેટ માટે 100 રૂપિયા ચૂકવવા પડશે
આધાર કાર્ડ ધારકે પોતાના નજીકના આધાર સેન્ટર પર જઈ કાઉન્ટર પરથી ફોટો અપડેટ કરાવા માટેનું ફોર્મ લેવું પડશે. ત્યાર બાદ ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી સારી રીતે ભરીને તેને જમાં કરાવી દો. ત્યાર બાદ ત્યાં હાજર ઓપરેટર તમારો નવો ફોટો પાડશે અને અપડેટ રિક્વેસ્ટ નંબરવાળી સ્લિપ જનરેટ કરી આપને આપશે. ફોટો અપડેટ થયા બાદ નવા ફોટાવાળી ડિઝિટલ કોપીને uidai.gov.in પર જઈને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. આ કામ માટે તમારે 100 રૂપિયા ચાર્જ આપવો પડશે. આ ફોર્મને વેબસાઇટ પરથી ડાઉનલોડ પણ કરી શકાય છે.