Jagdish, Khabri Media Gujarat
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ધામનોદમાં ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરતા રાજ્યમાં ફરી ભાજપ સરકાર બનાવવાની અપલી કરી છે. તેઓએ ‘ડબલ એન્જિન’ સરકારનો લાભ ગણાવતા કહ્યું કે, સંબંધિત રાજ્યને કેન્દ્ર તરફથી વધુ રૂપિયા મળે છે, જેથી તેનો ઉપયોગ વિકાસ માટે કરી શકાય.
આ પણ વાંચો : પોલીસ સ્ટેશનમાં ઉંદરોએ કર્યું એવું કારનામું, કે…
ભૂપેન્દ્ર પટેલે મધ્યપ્રદેશના ધામનોદ ખાતે ભાજપ ઉમેદરવારના પક્ષમાં એક રેલીને સંબોધિત કરી હતી. પટેલે કહ્યું, કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’માં વિશ્વાસ રાખે છે. તેમજ તમામ રાજ્યોનો વિકાસ કરાવા ઈચ્છે છે. તેઓએ કહ્યું, કે મધ્યપ્રદેશને વિકસિત રાજ્ય બનાવવાની જરૂર છે. તેઓએ કહ્યું, ડબલ એન્જિન સરકારનો ફાયદો એ છે, કે રાજ્યને કેન્દ્ર તરફથી વધુ પૈસા મળે છે. જેનાથી દરેક ગામમાં પીવાનું પાણી અને વિજળી પહોંચાડી શકાય છે અને સારા રસ્તાઓ બની શકે છે.
ભૂપેન્દ્ર પટેલે ગણાવી શિવારજની સિદ્ધિઓ
સીએમ પટેલે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની સરકારે મેડિકલ કોલેજની સંખ્યા પાંચથી વધીને 25 કરી દીધી છે. જેનાથી આખા રાજ્યમાં સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર કરવા માટે ડોક્ટરો તૈયાર થશે. પટેલે કહ્યું, કે પીએમ મોદીના નેતૃત્વમાં મધ્ય પ્રદેશ ‘બિમારુ થી બેમિસાલ’ રાજ્ય બન્યું છે.
આ પણ વાંચો : મહિલાઓ પર વિવાદિત નિવેદન બાદ નિતિશ કુમારે માંગી માફી, કહ્યું…
તેઓએ કહ્યું, કે રાજ્યનું બજેટ 23 હજાર કરોડ રૂપિયાથી વધીને 3 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે માથાદીઠ આવક વધીને 1.40 લાખ રૂપિયા થઈ ગઈ છે. તે ભાજપ સરકારના કારણે જ શક્ય બન્યું છે. આપને જણાવી દઈએ. કે મધ્ય પ્રદેશની 230 સીટો માટે 17 નવેમ્બરે મતદાન થનાર છે અને 3 ડિસેમ્બરે મતગણતરી થશે.