CPI(M)ના વરિષ્ઠ નેતા બ્રિન્દા કરાતે સોમવારે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કેરળમાં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સત્તારૂઢ CPI(M) વિરુદ્ધ ગઠબંધનમાં છે. કરાત કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ દ્વારા કરવામાં આવેલા આરોપો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
કોંગ્રેસના નેતા વેણુગોપાલે આક્ષેપ કર્યો હતો કે પોલીસ અને સીપીઆઈ(એમ)ના ગુંડા રાજ્યમાં અમારા કાર્યકરો પર હુમલો કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન વિપક્ષ સાથે બીજેપીની જેમ વર્તે છે.
આ પણ વાંચો: મુસાફરો કૃપા કરીને ધ્યાન દો… ફેબ્રુઆરીમાં ટિકિટ બુક કરાવતા પહેલા વાંચો આ સમાચાર
કોંગ્રેસ ભાજપ-આરએસએસ- ભાષામાં બોલી રહી છે: કરાત
કોંગ્રેસ નેતાના આરોપો પર સીપીઆઈ(એમ)ના નેતા બ્રિન્દા કરાતે કહ્યું કે કોંગ્રેસ ભાજપ અને આરએસએસની ભાષામાં બોલી રહી છે. રાષ્ટ્રીય સ્તરે તેઓ મોદી સામે લડવાની વાત કરે છે, પરંતુ કેરળમાં કોંગ્રેસ વૈકલ્પિક નીતિઓ અને લોકો તરફી વલણ ધરાવતી સરકારને સહન કરી શકતી નથી. ભાજપ અને આરએસએસ સવારે કહે છે, તે જ કોંગ્રેસ સાંજે કહે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
CPI(M)ના ગુંડાઓ હુમલો કરી રહ્યા છે: વેણુગોપાલ
આ પહેલા રવિવારે કેસી વેણુગોપાલે કહ્યું હતું કે “દરેક જગ્યાએ પોલીસ અને સીપીઆઈ(એમ)ના ગુંડાઓ દ્વારા અમારા કાર્યકરો પર નિર્દયતાથી હુમલો કરવામાં આવી રહ્યો છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાનાશાહી સરકાર અને રાષ્ટ્રીય સ્તરે તેમના વલણ સામે લડી રહ્યા છીએ, પરંતુ કમનસીબે, કેરળના સીપીઆઈ(એમ)ના નેતા પિનરાઈ વિજયન ભાજપ જેવું જ વર્તન કોંગ્રેસ અને યુડીએફ પર લાદી રહ્યા છે. આ નિંદનીય છે.”
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.