Congress MLA Resigns : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકાઓ મળી રહ્યાં છે. ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાટ પટેલે રાજીનામું આપ્યા બાદ વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આ પણ વાંચો : Harani Boat Tragedy : 18 સામે ગુનો દાખલ, આ રીતે સર્જાઇ દુર્ઘટના
Congress MLA Resigns : લોકસભા 2024ની ચૂંટણી (Lok Sabha Election 2024) હવે નજીક છે ત્યારે ભાજપ એ (BJP) મિશન લોટસની શરૂઆત કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. હરીફ પક્ષ ચૂંટણી લડે તે પહેલા તેના એક પછી એક મહારાથીને પોતાના ખેમામાં લઈ કોંગ્રેસ (Congress) પાર્ટીને પાંગળી કરી દીધી છે. જી હા ગુજરાતમાં કોંગ્રેસના ગઢનો વધું એક કાંગરો ખર્યો છે અને આ કાંગરાનું નામ છે સીજે ચાવડા (CJ Chavda). વિજાપુરના ધારાસભ્ય (Vijapur MLA) સીજે ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું (MLA Resigns) ધરી દેતા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માટો આંચકો ગણી શકાય તેવા સમાચાર સામે આવ્યાં છે. વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દેતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ડૉ.સી.જે ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને (Shankar Chaudhary) રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે હજુ થોડા દિવસ પહેલા જ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધુ હતુ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કોંગ્રેસના 65 વર્ષના ધારાસભ્ય સીજે ચાવડા દહેગામ પેટાચૂંટણી, ગાંધીનગર બેઠક અને પછી વિજાપુરથી વિજેતા બન્યા હતા. ડો. સીજે ચાવડની કોંગ્રેસના મોટા માથા અને શક્તિશાળી નેતામાં ગણતરી કરવામાં આવે છે. સીજે ચાવડાનું રાજીનામું પડતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓને મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ સી જે ચાવડા 4 ફેબ્રુઆરીએ ભાજપ સાથે જોડાઈ તેવી અટકળો લગાવામાં આવી રહી છે.