Jagdish, Khabri Media Gujarat
Ahmedabad : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. આ હત્યામાં સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે કહ્યું, કે વર્ષો પહેલા એક શખ્સની હત્યા કરાઇ હતી. આ હત્યા વીમાના 80 લાખ રૂપિયા મેળવવા માટે કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું, કે આરોપીની ધરપકડ બાદ જેલ ભેગો કરી દીધો છે.
આ પણ વાંચો : ICC ODI Rankings 2023: બાબરને પછાડી શુભમન બન્યો નંબર 1 બેટ્સમેન
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો, કે 17 વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશના આગ્રામાં રોડ અકસ્માતમાં એક શખ્સનું મોત થયું હતુ. આ મામલે ઈન્શ્યોરન્સ ક્લેમ કરી 80 લાખ રૂપિયા મેળવ્યા હતા. પોલીસે જણાવ્યું કે ભિખારીની હત્યા કરી તેને અકસ્માત ગણાવી અનિલ સિંહ નામના યુવકે પોતાના નામનો વીમો પાસ કરાવ્યો હતો, જે આજે પણ જીવતો છે.
પોલીસે વધુમાં જણાવ્યું, કે આરોપી અનિલ સિંહે વર્ષ 2004માં પોતાના પરિવાર સાથે મળી LIC ઈન્સ્યોરન્સના રૂપિયા લેવા માટે પ્લાન બનાવ્યો હતો. તેઓએ વર્ષ 2006માં પોતાને મૃતક બતાવવા માટે આગ્રામાં એક ભિખારીને કારમાં સળગાવી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ તેઓએ ઈન્સ્યોરન્સના 80 લાખ રૂપિયા મેળવી લીધા હતા અને ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં રહેનાર અનિલ સિંહે પોતાનું નામ બદલાવીને રાજકુમાર ચોધરી બનીને અમદાવાદમાં રહેવા લાગ્યો હતો. સાથે જ પિતાનું નામ વિજયપાલની જગ્યાએ વિજયકુમાર કરી લીધુ હતુ.
આ પણ વાંચો : પેટન્ટ ફાઇલિંગમાં થયો વધારો, PM મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ખુશી
જમાડવાનું બહાનું કરી ભિખારીની હત્યા કરી
વીમાની રકમ મેળવવા માટે 2006માં અનિલ સિંહે પોતાના પિતા વિજયપાલસિંહ અને ભાઈ અભયસિંહ, સંબંધિ મહિપાલ ગડરિયા અને રાકેશ ખટિકને લઈ આગ્રા પહોંચ્યો હતો. આગ્રા ટોલટેક્સ પાસે એક ભિખારીને જમાડવાને બહાને પોતાની કારમાં બેસડ્યો હતો. ત્યાર બાદ તેના ખોરાકમાં નિંદરની ગોળી નાખી બેભાન કર્યો હતો. ત્યાર બાદ તેઓએ ભિખારીને કાર ડ્રાયવિંગ સિટ પર બેસાડી આગ લગાવી દીધી. આ રીતે આરોપીઓએ ભિખારીની હત્યા કરી અનિલ સિંહને અકસ્માતમાં મૃતક બનાવી દીધો હતો.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
આરોપીએ અમદાવાદ આવી ઓળખ બદલાવી
ડીસીપી ચૈતન્ય મંડલિકે જણાવ્યું, કે આરોપીએ પોતાનો ગુનો કબુલી લીધો છે. અનિલ સિંહે અમદાવાદમાં દરેકને પોતાનું નામ રાજકુમાર જણાવ્યું. અહીં નકલી નામથી ડોક્યુમેન્ટ જેમ કે, ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ પણ બનાવી લીધા. પોલીસે નકલી ડોક્યુમેન્ટનો કેસ નોંધી આગ્રા પોલીસનો સંપર્ક કર્યો છે. આગ્રા પોલીસ ભિખારીની હત્યાનો કેસ નોંધશે, વીમાની રમક હડપવાના પ્લાનિંગમાં અનિલ કુમાર સાથે તેના પિતા અને ભાઈ પણ સામેલ હતા.