ગીરના જંગલ બાદ હવે મધદરિયે મતદાન જાગૃતિ અભિયાન

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Lok Sabha Election 2024 : જૂનાગઢ જિલ્લાના માંગરોળનાં દરિયાની અંદર એટલે કે, મધદરિયે ફિસિંગ બોટમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરવાસીઓએ તા.7મી મે એ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા.

આ પણ વાંચો – Zomato દ્વારા જમણ પડશે મોંઘુ, ચુકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

Lok Sabha Election 2024 : જૂનાગઢ જિલ્લાના માંગરોળનાં દરિયાની અંદર એટલે કે, મધદરિયે ફિસિંગ બોટમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરવાસીઓએ તા.7મી મે એ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા. આમ, મતદાન જાગૃતિની વ્યાપક બની રહેલ ઝુંબેશમાં સાસણના જંગલોમાં ફરતી જીપ્સી બાદ માંગરોળના સમુદ્રમાં ફરતી ફિશિંગ બોટમાં પણ મતદાન જાગૃતિના સ્ટીકર લગાવાયા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ ઉપરાંત માંગરોળમાં સોમનાથ ભવન ખાતે પણ મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખારવા સમાજની બાળાઓએ રજૂ કરેલ મતદાર જાગૃતિનાં ગરબાએ પણ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે માંગરોળના આગેવાનોને મતદાન જાગૃતિનો બેઝ પહેરાવી મતદાનની અપીલ કરાઈ હતી.

કલેકટર અનિલ રાણાવસિયાએ કહ્યું હતું કે, ચૂંટણીની પ્રક્રિયા ખૂબ પારદર્શક રીતે થાય છે. ઈવીએમને રાજકીય પક્ષોની હાજરીમાં તેની ચકાસણી અને તેની ફાળવણી, તેની સુરક્ષા સાથે વિવિધ મતક્ષેત્રમાં મોકલવાનું, મોકપોલ, સ્ટાફની ફાળવણી સહિતની અનેક પ્રિક્રિયા ચોકસાઈપૂર્વક અને પારદર્શક રીતે થાય છે. ઉપરાંત મતદાન મથકોમાં કેમેરા લાગે છે જેનું મોનિટરિંગ દિલ્હી ચૂંટણી તંત્ર કરે છે. સમગ્ર દુનિયા આપણી ચૂંટણીઓ જોવા આવે એવી ઉદાહરણરૂપી કામગીરી ચૂંટણી તંત્ર દ્વારા થાય છે. ત્યારે તા.૭ મે ના મતદારો પણ વધુને વધુ મતદાન કરવું જોઈએ. ભાઈઓની સાથે મહિલાઓ પણ મતદાન અચૂક કરે તેવો અનુરોધ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ તકે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાને માંગરોળમાં તમામ મતદારોને તા.૭નાં લોકસભાની ચૂટણીમાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો.