Startup Conclave 2023 : ગુજરાતમાં ગાંધીનગર ખાતે આગમા 7 ડિસેમ્બરે સ્ટાર્ટઅપ કોન્કલેવ (2023 Startup Conclave 2023)નું આયોજન કરવામાં આવશે. 6 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરની ઉપસ્થિતમાં રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં દેશભરમાંથી યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ, વેન્ચર કેપિટલિસ્ટ અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહેશે.
આ પણ વાંચો : મોરબી નકલી ટોલનાકું: સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખના પુત્ર સામે નોંધાયો ગુનો
ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જણાવતા કહ્યું કે, જાન્યુઆરી-2024માં ગુજરાતની 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનુ આયોજન થવા જઈ રહ્યું છે. તેના પૂર્વે પ્રિ-વાઇબ્રન્ટ ઈવેન્ટના ભાગરૂપે ગાંધીનગર ખાતે તા. 7મી ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં “સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023” (2023 Startup Conclave 2023)નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આગામી તા. 6 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરની ઉપસ્થિતમાં એક વિશેષ રાઉન્ડ ટેબલ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ, વેન્ચર કેપિટલિસ્ટ અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ મુદ્દે થશે ચર્ચા
રાઉન્ડ ટેબલ બેઠક અને સ્ટાર્ટઅપ કોન્કલેવમાં સ્ટાર્ટઅપ્સને વધુ સરળ અને અનૂકુળ વાતાવરણ પુરૂ પાડવાના હેતુથી નિયમનકારી સુધારા, કરવેરા પ્રોત્સાહનો અને અનુપાલન સંદર્ભે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એન્હાન્સમેન્ટ પર વધુ ભાર મૂકવામાં આવશે. ભારત અને ગુજરાતમાં વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્વિટી રોકાણની સ્થિતિની સમીક્ષા તેમજ ગુજરાતમાં વધુ રોકાણ આકર્ષવાની તકોની ચર્ચા સંદર્ભે ઇન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે. તદુપરાંત આ કોન્કલેવમા ઇનોવેશન અને રિસર્ચ, માર્કેટ એક્સેસ, ભંડોળ અને નાણાંકીય સમાવેશ તેમજ સ્ટાર્ટઅપના ચેલેન્જિસ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
સ્ટાર્ટઅપ ઈન્ડિયા અંતર્ગત 99 હજાર સ્ટાર્ટઅપને માન્યતા અપાઈ
ભારત સરકારે 16 જાન્યુઆરી 2016ના રોજ “સ્ટાર્ટઅપ ઇન્ડિયા”ની શરૂઆત કરી હતી. આ પહેલ શરૂ થઈ ત્યારથી Department for Promotion of Industry and Internal Trade (DPIIT)એ 99 હજાર સ્ટાર્ટઅપને માન્યતા આપી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની આ સિદ્ધિઓએ ઉદ્યોગ સાહસિકતાને ખૂબ જ વેગ આપ્યો છે. પરિણામે આજે ભારત વિશ્વની ત્રીજા નંબરની સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ ધરાવતા દેશ તરીકે ઉભરી આવ્યો છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
સ્ટાર્ટઅપ કોન્કલેવના આયોજનનો હેતુ
સ્ટાર્ટઅપ કોન્કલેવ ભારતના સ્ટાર્ટઅપ્સની અદભુત સફળતાઓની વિવિધ ગાથાની ઉજવણી કરશે. DPIIT અને સ્ટાર્ટઅપ-ઇન્ડિયા ઇનોવેશનની સફળતાઓની ગાથાઓ પણ અહી પ્રદર્શિત કરવામાં આવશે. આત્યર સુધીમાં ભારતમાં આશરે 108 જેટલા સ્ટાર્ટઅપ યુનિકોર્નમાં પરિવર્તિત થાય છે, જેનું મૂલ્યાંકન આશરે 340.80 બિલિયન ડોલર છે. યુનિકોર્નની કુલ સંખ્યામાંથી 44 યુનિકોર્ન વર્ષ 2021માં થયા છે, જેનું મૂલ્યાંકન આશરે 93 બિલિયન ડોલર છે. જ્યારે 2022માં 21 યુનિકોર્ન થયા છે, જેનું મૂલ્યાંકન આશરે 27 બિલિયન ડોલર છે. 2022 સુધી ભારતમાં યુનિકોર્નની સંખ્યા 100ને પાર પહોંચી છે. વિદેશી અને સ્થાનિક ઇન્વેસ્ટમેન્ટ ભારતીય સ્ટાર્ટઅપ્સના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હાલમાં, ભારતમાં આશરે 30 યુનિકોર્ન કંપનીઓમાં જે વિશાળ ટર્નઓવર ધરાવતી ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ છે, તેમાં સત્તાવાર માહિતી અનુસાર આશરે 18 કંપનીઓમાં વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટસ છે.