સોશિયલ મીડિયા સાઈટ ‘X’ પર સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી બન્યા યોગી

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Yogi Adityanath : ફોલોઅર્સ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ પહેલા નંબરે પહોંચી ગયા છે. જ્યારે સીએમ યોગી દેશમાં ‘X’ પર રાજનેતાઓના ફોલોઅર્સની યોદીમાં ત્રીજા ક્રમે છે.

આ પણ વાંચો : 4 February : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

Yogi Adityanath : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (UP CM Yogi Adityanath) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર સૌથી વધુ લોકપ્રિય નેતા બની ગયા છે. એક્સ પર ફોલોઅર્સની (Followers) સંખ્યા મામલે દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓની યાદીમાં યોગી આદિત્યનાથ પહેલા નંબરે છે. જ્યારે એક્સ પર દેશના રાજનેતાઓના ફોલોઅર્સની યાદીમાં યોગી ત્રીજા નંબરે છે. આમ, તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દેશના સૌથી વધુ લોકપ્રિય મુખ્યમંત્રી બની ગયા છે.

કેટલા છે ફોલોઅર્સ?

યોગી આદિત્યનાથના પર્સનલ એક્સ એકાઉન્ટ (@myogiadityanath) પર ફોલોઅર્સની સંખ્યા 27.4 મિલિયનને વટાવી ગઈ છે. રાજનેતાઓના અંગત ખાતાના મામલામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ યોગી આદિત્યનાથથી આગળ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે ફોલોઅર્સની રેસમાં સીએમ યોગી કરતા પણ પાછળ રહી ગયા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

સોશિયલ મીડિયા પર યોગીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે તેઓ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કરતા ઘણા આગળ છે. X પર રાહુલ ગાંધીના 24.8 મિલિયન ફોલોઅર્સ છે. અખિલેશ યાદવના 19.1 મિલિયન ફોલોઅર્સ છે.

ક્યારે શરૂ થયું સોશિયલ મીડિયા અકાઉન્ટ?

યોગી આદિત્યનાથના પર્સનલ એક્સ એકાઉન્ટ સિવાય તેમનું પર્સનલ ઓફિસ એકાઉન્ટ (@myogioffice) પણ ખૂબ જ લોકપ્રિય છે અને તેની સાથે એક કરોડથી વધુ લોકો જોડાયેલા છે. સીએમ યોગીનું પર્સનલ ઓફિસ એકાઉન્ટ દેશનું સૌથી મોટું પર્સનલ ઓફિસ એકાઉન્ટ છે. તેને અનુસરનારા લોકોની સંખ્યા 10 મિલિયન (એક કરોડ) કરતાં વધુ છે. આ એકાઉન્ટ જાન્યુઆરી 2019માં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી લોકો સતત આ એકાઉન્ટમાં જોડાઈ રહ્યા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

યોગી આદિત્યનાથ તેમની કાર્યશૈલી અને ઝડપી નિર્ણયોને કારણે દેશભરમાં લોકપ્રિય છે. સીએમ યોગીથી પ્રભાવિત, અન્ય રાજ્યોની સરકારો પણ ગુનેગારો વિરુદ્ધ કડક નિર્ણયો લઈ રહી છે, જેને ‘યોગી મોડલ’ તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં અયોધ્યામાં યોજાયેલા રામ લલ્લાના નવ-વિગ્રહના સફળ પ્રાણ પ્રતિષ્ઠાના વિશ્વ વખાણ કરી રહ્યું છે.