ભારતના 10 સૌથી સુંદર બીચ

દરિયા કિનારે ફરવું કોને ન ગમે? પણ જ્યારે સૌથી સુંદર બીચની વાત થતી હોય ત્યારે ગોવા અને ઓડિશાના બીચને ગણતરી સૌથી સુંદર બીચમાં થાય છે.

આજે આપણે ભારતના 10 સૌથી સુંદર બીચ વિશે વાત કરીશુ, તો આવો જાણીએ દેશના સુંદર બીચ વિશે.

ગોવાના લાંબા બીચ પર રજાઓ ગાળવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. ગોવાના દરિયાકિનારાને ભારતમાં સૌથી સુંદર બીચ માનવામાં આવે છે.

ગોવા

કેરળનો વરલકા બીચ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. વરલાકા બીચ પર નહાવા અને રેસ્ટોરન્ટમાં જમવાની મજા અલગ જ છે.

વરલકા બીચ

કેરળમાં આવેલ કોવોલમ બીચ અરબી સમુદ્રના કિનારે આવેલો છે. આ બીચની આજુબાજુની રેસ્ટોરાંમાં સીફૂડની સારી વેરાયટી ઉપલબ્ધ છે.

કોવોલમ, કેરળ

આંધ્રપ્રદેશનો ઋષિકોંડા બીચ તેની સુંદરતા માટે ફેમસ છે. અહીંની રેતી સફેદને બદલે ભૂરા રંગની છે. ઋષિકોંડા બીચ વોટરસ્પોર્ટ્સ માટે પણ પ્રખ્યાત છે.

ઋષિકોંડા બીચ

લક્ષદ્વીપનો અગાટી દ્વીપ ભારતના કિનારેથી 500 કિમી દૂર આવેલો છે. અગાટી આઇલેન્ડ એક સુંદર સ્વપ્ન સમાન દેખાય છે.

અગાટી દ્વીપ, લક્ષદ્વીપ

આંદામાન અને નિકોબાર ટાપુઓ ભારત કરતાં મ્યાનમારની નજીક છે.  આંદામાન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી સુંદર ટાપુઓમાંનું એક છે.

આંદામાન ટાપુ

ઓડિશાના પુરી બીચની ગણતરી દેશના સૌથી સુંદર બીચોમાં થાય છે. પુરી બીચ પર તમને ઓડિશાની વાસ્તવિક સંસ્કૃતિ સાથે રૂબરૂ થવાની તક મળશે.

પુરી બીચ, ઓડિશા

કર્ણાટકનું ગોકર્ણ શહેર તેના બીચને કારણે ખૂબ પ્રખ્યાત છે. ગોકર્ણમાં ભગવાન શિવના ઘણા મંદિરો છે.

ગોકર્ણ બીચ

મરિના બીચ ચેન્નાઈનું સૌથી મોટું પર્યટન સ્થળ છે. 13 કિલોમીટર સુધી વિસ્તરેલો મરિના બીચ દેશનો સૌથી લાંબો કુદરતી શહેરી બીચ છે.

મરીના બીચ

ગુજરાતમાં દ્વારકા નજીક આવેલો શિવરાજપુર બીચ દેશના સૌથી સુંદર બીચમાંથી એક છે. આ બીચને "બ્લુ ફ્લેગ બીચ" સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. 

શિવરાજપુર બીચ

ભારતના સૌથી વિચિત્ર મંદિરો