ભારતમાં જ્યારે સૌથી લાંબી નદીઓનો ઉલ્લેખ થાય ત્યારે ગંગાનુ નામ જ યાદ આવશે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં 10 સૌથી લાંબી નદીઓમાં ગંગા નદીનો ક્યાંય સમાવેશ થતો નથી.
નાઇલ નદી
નાઇલ વિશ્વની સૌથી લાંબી નદી છે. નાઇલ નદીની લંબાઈ 6650 કિલોમીટર એટલે કે 4132 માઇલ લાંબી છે.
એમેઝોન નદી
આ નદીની લંબાઈ 6400 કિલોમીટર છે. જે નાઇલ નદીથી થોડી ઓછી છે. લંબાઈના મામલે આ નદી વિશ્વમાં બીજા નંબરે છે.
યાંગ્ત્ઝે નદી
ચીનમાં વહેતી આ નદી એશિયાની સૌથી લાંબી નદી અને દુનિયાની ત્રીજી સૌથી લાંબી નદી છે. તેની લંબાઈ 6300 કિલોમીટર છે.
મિસિસિપી-મિસોરી
આ નદી અમેરિકાની સૌથી લાંબી નદી અને વિશ્વની ચોથી સૌથી લાંબી નદી છે. આ નદીની લંબાઈ 6275 કિલોમીટર છે.
યેનિસેઇ-અંગારા-સેલેન્ગા
આ નદી વિશ્વની પાંચમી સૌથી લાંબી નદી છે. જે રશિયામાં વહે છે. આ નદીની લંબાઈ 5539 કિલોમીટર છે.
યલો નદી, ચીન
આ નદી મધ્ય અને દક્ષિણ એશિયાની મુખ્ય નદી છે. તેની લંબાઈ 5464 કિલોમીટર છે. તે દુનિયાની સૌથી ઊંડી નદી છે.
ઓબ-ઇરટિસ નદી
ઓબ-ઇરટિસ નદી કે ઓબી નદી ઉત્તર એશિયાના પશ્ચિમ સાઇબેરિયા વિસ્તારની એક મહત્વપૂર્ણ નદી છે. તેની લંબાઈ 5410 કિમી છે.
પરાના નદી
આ નદી દક્ષિણ-મધ્ય અમેરિકામાં વહે છે. તે બ્રાઝિલ, પેરુગ્વે અને આર્જેન્ટિનામાંથી પસાર થઈ 4880 કિલોમીટરનું અંતર કાપે છે.
કોંગો નદી, આફ્રિકા
આ નદીને જેયરે નદીના નામે પણ ઓળખવામાં આવે છે. આ નદી 4700 કિમી લાંબી છે.
અમુર-અર્ગુન નદી
આ વિશ્વની દસમી સૌથી લાંબી નદી છે. તેની લંબાઈ 4444 કિલોમીટર છે.