ભારતીય પરંપરા અને ઇતિહાસમાં મંદિરોનું ઘણું મહત્વ છે. ભારતમાં આશરે 5 લાખ મંદિરો આવેલા છે. દેશમાં ઘણાં એવા પણ મંદિરો છે જ્યાં કરોડો રૂપિયાનું દાન આવે છે.
અહીં અમે આપને કેટલાક એવા મંદિરો વિશે જણાવા જઈ રહ્યાં છીએ કે જેની દેશમાં સૌથી સમૃદ્ધ મંદિરોમાં ગણતરી થાય છે.
કેરળના ત્રિવેન્દ્રમમાં આવેલું પદ્મનાભ સ્વામી મંદિર ભારતનું સૌથી સમૃદ્ધ મંદિર છે. એક રિપોર્ટ અનુસાર મંદિરની 6 તિજોરીઓમાં કુલ 20 અબજ ડોલરની સંપત્તિ છે.
પદ્મનાભ સ્વામી મંદિર
આંધ્ર પ્રદેશમાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં દર વર્ષે 650 કરોડ દાન આવે છે. મંદિરમાં નવ ટન સોનાનો ભંડાર છે અને વિવિધ બેંકોમાં ફિક્સ ડિપોઝીટમાં રૂ. 14,000 કરોડ જમાં છે.
તિરુપતિ બાલાજી મંદિર
મહારાષ્ટ્રના શિરડી સ્થિત સાંઈબાબાના મંદિરના બેંક ખાતામાં લગભગ 1,800 કરોડ રૂપિયા જમા છે. આ મંદિરમાં દર વર્ષે લગભગ 350 કરોડ રૂપિયાનું દાન આવે છે.
સાંઈબાબા મંદિર
51 શક્તિપીઠોમાંથી એક વૈષ્ણો દેવી મંદિરમાં દેશ-વિદેશમાંથી લાખો ભક્તો દર્શને આવે છે. વૈષ્ણો દેવી મંદિર દર વર્ષે 500 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
વૈષ્ણોદેવી મંદિર
મુંબઈમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર દેશના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. રેકોર્ડ્સ અનુસાર, મંદિરને દાન અને પ્રસાદમાંથી લગભગ રૂ. 125 કરોડની વાર્ષિક આવક થાય છે.
સિદ્ધિ વિનાયક મંદિર
મદુરાઈમાં આવેલા મીનાક્ષી મંદિરમાં રોજ 20થી 30 હજાર જેટલા ભક્તો દર્શાનાર્થે આવે છે. મંદિરની વાર્ષિક આવક લગભગ 6 કરોડ રૂપિયા છે.
મીનાક્ષી મંદિર
પુરીમાં આવેલાં જગન્નાથ મંદિરની ચોક્કસ સંપત્તિ કોઈને ખબર નથી, પરંતુ એવો અંદાજ છે કે મંદિરમાં 100 કિલોથી વધુ સોના અને ચાંદીની વસ્તુઓ છે.
જગન્નાથ મંદિર
ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરની દેશના સૌથી સમૃદ્ધ મંદિરોમાં ગણના થાય છે. સોમનાથ મંદિર દર વર્ષે કરોડો રૂપિયાનું દાન આવે છે.
સોમનાથ મંદિર
કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં દર વર્ષે લગભગ 10 કરોડ ભક્તો આવે છે. આ મંદિર યાત્રાની સીઝનમાં લગભગ 230 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
સબરીમાલા મંદિર
દિલ્હીમાં આવેલુ અક્ષરમંદિર વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે ગીનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે. મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સોનાની છે.