કોણ છે પ્રેમાનંદજી મહારાજ, જાણો કેટલુ ભણેલા છે?

પ્રેમાનંદજી મહારાજના પ્રવચનોને સાંભળવા દૂર દૂરથી લોકો વૃંદાવન આવે છે.

તેના વિચારો લોકોને ખૂબ પ્રભાવિત કરે છે અને જીવનને યોગ્ય દિશા તરફ વાળવામાં મદદ કરે છે.

પ્રેમાનંદજી મહારાજનો જન્મ ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના અખરી ગામમાં થયો હતો.

તે માત્ર 14-15 વર્ષની ઉંમરે પોતાનો ઘર પરિવાર છોડી આધ્યાત્મની શોધમાં નિકળી ગયા હતા.

ઘણાં લોકો જાણવા માંગે છે કે પ્રેમાનંદજી મહારાજ કેટલું ભણેલા છે. તો આવો તેના વિશે જાણીએ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રેમાનંદજી મહારાજ જ્યારે સ્કુલમાં ભણતા હતા. ત્યારે જ તેને આધ્યત્મિક વસ્તુઓ પ્રત્યે આકર્ષણ થયું.

જ્યારે તે 9માં ધોરણમાં ભણતા હતા. અચાનક રાત્રે 3 વાગ્યે તે કોઈને પણ કહ્યા વગર આધ્યાત્મની શોધ માટે નિકળી પડ્યાં હતા.

ત્યારે બાદ પ્રેમાનંદજી મહારાજ આગળ ભણી શક્યા નહિ. એટલે કે તેઓ માત્ર 9 ધોરણ સુધી જ ભણેલા છે.

પ્રેમાનંદજી મહારાજનું શાળાકીય શિક્ષણ માત્ર 9 ધોરણ સુધી થયું. પરંતું કહેવામાં આવે છે કે તેઓએ ઘણાં આધ્યાત્મિક શક્તિઓ અને જ્ઞાન મેળવ્યું છે. 

જાણો, સુપર ઓવરના દરેક નિયમ, જે કદાચ તમને ખબર નહિ હોય