આ છે દુનિયાની સૌથી અઘરી નોકરી

નોકરી કરતા લોકો હંમેશા નોકરીથી પરેશાન રહે છે. પરંતું શું તમને ખબર છે કે દુનિયાની સૌથી અઘરી નોકરી કઈ છે?

આ નોકરીને ઘણાં લોકો સૌથી અઘરી નોકરી કહે છે. જેને કરવું ખરેખર સહેલુ નથી. આવો આવી જ અઘરી નોકરી વિશે જાણીએ.

આ નોકરી રશિયાના લોકો કરે છે. ત્યાનો સાયબિરિયા વિસ્તાર દુનિયાના સૌથી ઠંડા વિસ્તારમાંથી એક માનવામાં આવે છે.

સાઇબિરિયામાં ઘણી વખત તાપમાન માઈનસ 40 ડિગ્રી સુધી નીચુ જાય છે. જીવવું પણ અઘરુ થાય પણ અહીં એક વેક્ન્સી રહે છે.

સાઇબિરયાના પૂર્વમાં એક શિપયાર્ડમાં લોકો નોકરી કરે છે, તેઓનુ જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે.

આ લોકોને શિપયાર્ડ આસપાસથી બરફ દૂર કરવાનું કામ હોય છે. બાહર માઇનસ 40 થી 50 ડિગ્રી તાપમાનમાં આ કામ કરવું અઘરુ છે.

આ જોબ કરનાર લોકોએ દરરોજ જાડી બરફની ચાદરને ઓજારોની મદદથી દૂર કરવાની હોય છે.

આ કામ કેટલુ અઘરુ છે તેનો અનુમાન એ વાતથી લગાવી શકાય કે આટલી ઠંડીમાં થોડી જ સેકન્ડોમાં મનુષ્યનું થીજ જવાથી મોત થઈ જાય છે.

બરફ હટાવવાના આ કામને ત્યાંના લોકો Vymorozka કહે છે. અહીં કામ કરતા જે અનુભવ થાય. તેને લોકો સોશિયલ મીડિયા પર પણ શેઅર કરે છે. 

વગર વિઝાએ કરો આ દેશોનો પ્રવાસ