ફિલ્મમાં એક્ટર્સ ઈન્ડિયન આર્મીની વર્દીમાં દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. પોતાની દમદાર ભૂમિકાઓ દ્વારા તે દેશવાસીઓમાં દેશભક્તિની ભાવના પેદા કરે છે.
શું તમે જાણો છો? ઓનસ્ક્રીન ઇન્ડિયન આર્મી ઓફિસર્સની ભુમિકા કરનાર એવા કેટલાય સ્લેબ્સ છે કે એક્ટિંગ કરિયરમાં ડગલુ માંડતા પહેલા આર્મી જોઇન કરવા માંગતા હતા.
એક્ટ્રેસ નિમ્રત કૌર આર્મી ફેમિલીમાંથી આવે છે, એક્ટિંગ કરિયરની શરૂઆત કરતા પહેલા નિમ્રત ઇન્ડિયન આર્મી જોઇન કરવા માંગતી હતી. પણ તેનું સપનું સાકાર થયું નહિ.
નિમ્રત કૌર
અભિનેતા અક્ષય કુમારના પિતા આર્મીમાં હતા અને અક્ષય કુમાર પણ આર્મીમાં ભરતી થવા માંગતા હતા. પણ કિસ્મત તેને જુદી દિશામાં લઈ ગઈ અને તે એક્ટર બની ગયો.
અક્ષય કુમાર
બોલિવુડમાં દેશભક્તિની ફિલ્મોના સૌથી મોટા સ્ટાર અક્ષય કુમારે દેશ માટે શહીદ જવાનોના પરિવારને આર્થિક સહાય મળે તે માટે ઓનલાઈન 'ભારત કે વીર' અભિયાન પણ શરૂ કર્યું છે.
અક્ષય કુમાર
એક્ટર સોનુ સૂદે હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ, હું ઇન્ડિયન આર્મી જોઈ કરવાનો હતો પરંતુ મે એન્જિનીયરિંગનો અભ્યાસ શરૂ રાખ્યો. જો કે ફિલ્મમાં ફૌજીનુ પાત્ર ભજવી મેં મારુ સપનુ સાકાર કર્યું.
સોનુ સૂદ
પોતાના કરિયરની શરૂઆતમાં ફૌજી નામના ટીવી શોમાં ફૌજીની ભુમિકા કરનાર શાહરુખ ખાને પણ કર્યું કે તે ઇન્ડિયન આર્મી જોઇન કરવા માંગતા હતા.
શાહરુખ ખાન
રોડીજ ફેમ રણવિજય સિંહ પણ આર્મી જોઇન કરવા માંગતા હતા. તેઓએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ, મારા પરિવારની છેલ્લી પાંચ પેઢીઓ ઇન્ડિયન આર્મીમાં સેવા આપી રહી છે. અને મારી છઠ્ઠી પેઢી છે. પરંતુ હું ઇન્ડિયન આર્મીમાં સેવા આપી શક્યો નહિ.
રણવિજય સિંહ
ફિલ્મો ફ્લોપ છત્તા સની લિયોની કેમ રમે છે કરોડોમાં?