આ કંપનીઓ કર્મચારીઓ પર મહેરબાન

તમે કદાચ કોઈ કંપનીના માલિક હોય તો તમે તમારા કર્મચારીઓને ભેટમાં વધુમાં વધુ શું આપો? આપને થશે કે આ કેવો સવાલ છે?

કેમ કે આજે અમે આપને એવી કંપનીઓ વિશે જણાવીશું કે જેઓએ પોતાના કર્મચારીઓને રાતોરાત કરોડપતિ બનાવી દીધા.

કેટલીક કંપનીઓ એવી છે જે તેમના કર્મચારીઓને મોંઘીદાટ ભેટો આપે છે. આ ભેટોમાં કાર, મકાન, શેર, કંપનીનો હિસ્સો, બાઇક જેવી મોંઘી ભેટનો સામાવેશ થાય છે.

આ યાદીમાં હરિયાણાની એક નાની એવી ફાર્મા કંપની મિટ્સ હેલ્થકેર પણ સામેલ છે. આ કંપનીએ કુલ 50 કર્મચારીઓને કારનું વિતરણ કર્યું હતું.

તમિલનાડુના એક ચા-એસ્ટેટ માલિકે તેના કર્મચારીઓ પર મોંઘી ગિફ્ટોનો વરસાદ કર્યો. પી શિવકુમારે 15 કર્મચારીઓને રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ ભેટમાં આપી છે. 

IT કંપની Ideas2ITએ તેના 50 કર્મચારીઓને 8 થી 15 લાખ રૂપિયાની કાર ગિફ્ટ કરવાની જાહેરાત કરી છે. 

Ideas2IT એ લગભગ 270 કરોડ રૂપિયાના શેર આપવાની જાહેરાત કરી છે. તેમાંથી 5 ટકા શેર પસંદગીના 40 કર્મચારીઓને આપવામાં આવશે. બાકીના 700 કર્મચારીઓમાં વહેંચવામાં આવશે.

ઈન્ફોસિસે તેના ખાસ કર્મચારીઓને 5 લાખથી વધુ શેરનું વિતરણ કર્યું અને તેમને કંપનીમાં હિસ્સો આપ્યો. આ શેરોની કુલ કિંમત આશરે રૂ. 2,074 કરોડ હોવાનું કહેવાય છે.

હરિકૃષ્ણ એક્સપોર્ટ કંપનીના સ્થાપક સવજી ધોળકિયાએ કર્મચારીઓને ગિફ્ટ આપવાના મામલે રેકોર્ડ બનાવ્યો છે.

તેણે પોતાના કર્મચારીઓને 400 ફ્લેટ ગિફ્ટ કર્યા હતા. આ સાથે કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે 1,260 કારનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વસ્તુનું કરો સેવન, સેક્સ પાવરમાં થશે વધારો