દુનિયાની સૌથી રહસ્યમય જગ્યાઓ
પ્રાકૃતિક સંસાધનોની સમૃદ્ધ પૃથ્વી પર ઘણી રહસ્યમયી જગ્યાઓ આવેલી છે. કેટલાક રહસ્યોને ઉકેલી શક્યા નથી.
આજે અમે આપને આવી જ દુનિયાની 10 રહસ્યમયી જગ્યાઓ વિશે જણાવા જઈ રહ્યાં છીએ.
બ્રાઝિલમાં આવેલા ઇલાહા દા ક્યુઇમાદા ટાપુ પર પ્રત્યેક 3 ફૂટે એકથી પાંચ સાપ સરળતાથી જોવા મળે છે. તેની પાછળનું કારણ શું છે તે આજ સુધી જાણી શકાયું નથી.
સાંપોનો દ્વીપ, બ્રાઝિલ
ઇથોપિયામાં સ્થિત ડેનાકિલ રણમાં આખુ વર્ષ 48 ડિગ્રી તાપમાન રહે છે. કેટલીકવાર 145 ડિગ્રીએ પણ પહોંચી જાય છે. આવી સ્થિતિમાં અહીં કોઈનું પણ રહેવું અશક્ય છે.
ડેનાકિલ રણ, ઇથોપિયા
ડેથ વેલીનું તાપમાન 130 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. તેથી આને વિશ્વની સૌથી ગરમ જગ્યા માનવામાં આવે છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ માટે રહેવું અશક્ય છે.
ડેથ વેલી, અમેરિકા
આ પિરામિડ મેક્સિકોમાં આવેલો છે. તેની રહસ્યની વાત કરીએ તો, આજ સુધી કોઈને ખબર નથી કે આ પિરામિડ કોણે અને શા માટે બનાવ્યો.
ચોલુલાનો ગ્રેટ પિરામિડ
બર્મુડા ટ્રાયેન્ગલને દુનિયાનું સૌથી ખતરનાક અને રહસ્યમય સ્થળ માનવામાં આવે છે.જો તેના પરથી કંઈપણ પસાર થાય છે, તો આ ત્રિકોણ તેને ભરખી જાય છે.
બરમુડા ટ્રાયેન્ગલ
આ સ્થળ એન્ટાર્કટિકામાં આવેલું છે. ધોધમાં પડતા પાણીનો રંગ લોહી જેવો લાલ છે.
બ્લડ ફોલ
કેન ક્રિસ્ટલ્સ કોલંબિયામાં આવેલી એક એવી જગ્યા છે જ્યાં ઉનાળામાં પાણી લાલ થઈ જાય છે. અહીં ઘણા વિચિત્ર વૃક્ષો અને છોડ પણ આવેલાં છે.
કેન ક્રિસ્ટલ્સ
જોર્ડનમાં ડેડ સી તરીકે ઓળખાતો આ એક એવો દરિયો છે જેમાં કોઈ તરી શકતું નથી. જેવો વ્યક્તિ તેમાં તરવા જાય છે તે આપોઆપ ઉપરની તરફ આવે છે.
મૃત સમુદ્ર
જેકબ્સ વેલ ખૂબ જ રહસ્યમય જગ્યા છે. અહીં અત્યાર સુધીમાં 100થી વધુ લોકો ગુમ થઈ ગયા છે. આ જગ્યા 'વિમ્બલી' અમેરિકામાં છે.
જેકબ વેલ
વધુ વાંચો
ભારતના 10 સૌથી સમૃદ્ધ મંદિરો
આ પણ જુઓ