અહીં એક દિવસમાં 16 વાર થાય છે સૂર્યોદય અને સૂર્યાસ્ત

આપણાં બ્રહ્માંડમાં એક એવી જગ્યા છે જ્યાં 24 કલાકમાં 16 વાર સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે. એટલે કે આ જગ્યાએ 90 મિનિટમાં દિવસ અને રાત થાય છે.

આ જગ્યા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે. સ્પેસ પર રહેતા અંતરિક્ષ યાત્રી દર 90 મિનિટે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકે છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન 27580 કિમી પ્રતિ કલાકની સ્પીડે ધરતીની પરિક્રમા કરે છે.

પોતાની આ ગતિને કારણે તે પૃથ્વીનો એક રાઉન્ડ 90 મિનિટમાં પૂરો કરે છે. જેના લીધે આટલી જલ્દી દિવસ અને રાત થાય છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે છે તો તાપમાન 121 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. જ્યારે રાતનું તાપમાન -157 ડિગ્રીએ પહોંચી જાય છે. 

નાસાના એક રિપોર્ટ અનુસાર વધતા અને ઓછા તાપમાનને લઈ અંતરિક્ષ યાત્રીઓ પર કોઈ અસર થતી નથી.

આ રીતે થાય છે સુંદર પિચાઈના દિવસની શરૂઆત