આ રીતે થાય છે સુંદર પિચાઈના દિવસની શરૂઆત

દરેક લોકો જાણવા ઇચ્છતા હોય છે કે, એક સફળ વ્યક્તિની આદતો કેવી હોય છે? તેઓનું દૈનિકચર્યા કેવી હોય છે?

એવામાં અમે આપને Google CEO સુંદર પિચાઈની મોર્નિંગ લાઇફસ્ટાઇલ વિશે જણાવા જઈ રહ્યાં છીએ.

પિચાઈ સવારમાં ઉઠતાવેત અન્ય લોકોની જેમ ન્યુઝપેપર કે સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતા.

સુંદર પિચાઇ એક ખાસ વેબ સાઇટ Techmemeને ફૉલો કરે છે.

આ એ વેબ સાઇટ છે કે જેને Meta CEO માર્ક ઝકરબર્ગ જેવા દિગ્ગજ પણ વાંચે છે.

Techmemeની ખાસિયત છે કે તે દુનિયાના તમામ ટેક વેબસાઇટ્સની હેડલાઇન્સને પોતાના પ્લેટફોર્મ પર બતાવે છે.

માર્ક ઝકરબર્ગ સિવાય ટેક દુનિયાના તમામ દિગ્ગજ આ વેબસાઇટને ફોલો કરે છે.

જણાવી દઈએ કે સુંદર પિચાઈ મૂળ ભારતીય છે. પિચાઈએ 2004માં Google સાથે જોડાયા હતા.

પિચાઈનો જન્મ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો. તેની માતા એક સ્ટેનોગ્રાફર અને પિતા ઇલેક્ટ્રિકલ એન્જિનીયર હતા.

પિચાઈએ આઈઆઈટી ખરગપુરથી મેટરર્જિકલ એન્જિનીયરિંગની ડિગ્રી મેળવી છે.

Kiss Day : કિસ કરવાના 7 જબરદસ્ત ફાયદા