મકરસંક્રાંતિ : તહેવાર એક, નામ અનેક

ભારતમાં મકરસંક્રાંતિ પર્વને દેશના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે તેમજ તેની ઉજવણી કરવામાં આવે છે.

પંજાબ અને હરિયાણામાં નવા પાકના સ્વાગત માટે લોહરી પર્વના રૂપે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે.

પંજાબ અને હરિયાણા

તમિલનાડુમાં મકરસંક્રાંતિ પોંગલ તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં પોંગલની ચાર દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે.

તમિલનાડુ, પોંગલ

બિહારમાં મકરસંક્રાંતિના પર્વને તલ સંક્રાતિ કે દહીં ચૂરાના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો અડદની દાળ, તલ અને ચોખાનું દાન કરે છે.

તલ સંક્રાંતિ, બિહાર

મકરસંક્રાંતિ આસામમાં બિહુ તરીકે ઉજવવામાં આવે છે અને આસામી નવા વર્ષની શરૂઆત પણ કરે છે.

આસામ, બિહુ

પશ્ચિમ બંગાળમાં આ તહેવાર પર ગંગાસાગર પર વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ તહેવારના દિવસે સ્નાન કર્યા બાદ તલનું દાન કરવાની પરંપરા છે.

પશ્ચિમ બંગાળ

કેરળમાં મકરસંક્રાંતિને મકર વિલક્કુ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે મકર જ્યોતિ સબરીમાલા મંદિર પાસે આકાશમાં દેખાય છે, ત્યારે લોકો તેના દર્શન કરે છે. 

મકર વિલક્કુ, કેરળ

કર્ણાટકમાં સંક્રાંતિ 'ઈલુ બિરોધુ' નામની ધાર્મિક વિધિ સાથે ઉજવવામાં આવે છે.

ઈલુ બિરોધુ, કર્ણાટક

ગુજરાતમાં લોકો સંક્રાંતિનો તહેવાર ઉત્તરાયણ તરીકે ઉજવે છે. સવારની પ્રાર્થના પછી, લોકો તેમના ધાબા પર જાય છે અને પતંગ ઉડાવે છે. 

ઉત્તરાયણ, ગુજરાત

મકસંક્રાંતિ વિશે વધુ વાંચવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો.

ભારતના 10 સૌથી સુંદર બીચ