જાણો, CISFની કમાન સંભાળનાર નીના સિંહ કોણ છે?

54 વર્ષમાં પ્રથમ વખતે કોઈ મહિલા અધિકારીને CISFના ડાયરેક્ટર જનરલ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

CISFની પાસે આખા દેશના એરપોર્ટ, દિલ્હી મેટ્રો, સરકારી નિવાસો અને વ્યુહાત્મક સંસ્થાઓની સુરક્ષાની જવાબદારી હોય છે.

આવો જાણીએ કે આખરે CISFના ચીફ તરીકેની કમાન સંભાળનાર મહિલા અધિકારી નીના સિંહ કોણ છે?

નીના સિંહ રાજસ્થાન કેડરના 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. આ પહેલા તેઓ પાસે એડીજીનો હોદ્દો હતો.

નીના સિંહે બિહારના છે અને તેઓએ પટના મહિલા કોલેજ, જેએનયુ અને હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું છે.

નીના સિંહ રાજસ્થાનમાં DGનું પદ મેળવાર પ્રથમ મહિલા અધિકારી પણ હતા.

આઈપીએસ નીના સિંહે વર્ષ 2000માં રાજસ્થાન મહિલા આયોગના સભ્ય સચિવનું પણ સંભાળ્યું હતું.

નીના સિંહ 2021માં CISFમાં જોડાયા હતા. જો કે નિવૃતિ પહેલા તેઓને મોટી જવાબદારી સોંપાઈ છે.

નીના સિંહ 31 જુલાઈ 2024ના રોજ નિવૃત થશે, ત્યાં સુધી તેઓ CISFના ચીફ તરીકે જવાબદારી સંભાળશે.

વર્ષ 2023 સૌથી વધુ ODI સિક્સ ફટકારનાર ક્રિકેટર્સ