અયોધ્યા : શ્રી રામની જૂની મૂર્તિનું શું થશે?

અયોધ્યામાં ભગવાન રામની નવા ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન વિધિની શરૂઆત થઈ ચૂકી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે.

જણાવી દઈએ, કે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે નવી મૂર્તિ બનાવામાં આવી છે. જે ભગવાન રામના 5 વર્ષના બાળસ્વરૂપને દર્શાવે છે.

ઘણાં લોકોના મનમાં એ સવાલ હશે કે જ્યારે ગર્ભગૃહમાં ભગવાન રામની નવી મૂર્તિ રાખવામાં આવશે તો જૂની મૂર્તિનું શું થશે?

મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અનુસાર, શ્રી રામની નવી મૂર્તિને મૈસૂર શિલ્પકાર અરૂણ યોગીરાજ દ્વારા બનાવામાં આવી છે.

ભગવાન રામની નવી મૂર્તિને રામજન્મભૂમિ પરિસરનું ભ્રમણ કરાવ્યા બાદ 18 જાન્યુઆરી 2024ના રોજ ગર્ભગૃહમાં પોતાના આસન પર સ્થાપિત કરવામાં આવશે.

રામની જૂની મૂર્તિને લઈ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, કે તે ક્યાં રાખવામાં આવશે અને કઈ રીતે તેની પૂજા કરવામાં આવશે.

જણાવી દઈએ કે ભગવાન રામની વર્તમાન મૂર્તિ 1950થી ત્યાં જ છે. ઘણાં સમય પહેલા ચંપત રાયે એક સવાલનો જવાબ આપતા જણાવ્યું હતુ કે વર્તમાન મૂર્તિને પણ નવા મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે. 

અયોધ્યામાં શ્રી રામના નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત કર્મકાંડની શરૂઆત 16 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી ચાલશે. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. 

ભારતના 10 સૌથી સમૃદ્ધ રાજ્યો