શિવલિંગ પર કેવી રીતે જળ ચડાવવું?
શાસ્ત્રોમાં દેવી દેવતાઓની પૂજા પાઠના નિયમ દર્શાવામાં આવ્યાં છે.
જેમ કે પૂજા કરતી વખતે માથે ઓઢવું જોઈએ, ગણેશ ભગવાનને તુલસી અર્પણ ન કરવી જોઈએ, શિવલિંગ જળ અર્પણ કરવું જોઈએ.
ધર્મ ગ્રંથો અનુસાર, શિવજીની કૃપા મેળવવા માટે શિવલિંગ પર નિયમપૂર્વક જળ અર્પણ કરવું જોઇએ.
તો આવો અમે આપને જણાવીએ કે શિવલિંગ પર કઈ રીતે જળ અર્પણ કરવું જોઇએ.
ભગવાન શિવની પૂજા દરમિયાન શિવલિંગ પર ગંગાજળ, સ્વચ્છ પાણી કે ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ.
શિવલિંગ પર જળાભિષેક હંમેશા પૂર્વ દિશા તરફ મુખ રાખીને કરવો જોઈએ.
શિવલિંગ પર જળાભિષેક કરતી વખતે જમીન પર બેસવું જોઈએ. ઝુકીને જળાભિષેક ન કરવો. સીધા ઊભા રહીને ક્યારે જ જળ અર્પણ કરવું નહિ.
જળાભિષેકનું જળ જો જમીન પર પડે તો ક્યારેય તેને પાર કરવું જોઈએ નહિ.
જળાભિષેક પછી ક્યારેય પણ શિવલિંગની આખી પરિક્રમા ન કરવી જોઈએ.
શિવલિંગની પરિક્રમા ડાબી બાજુથી શરૂ કરી અર્ધચંદ્રાકાર સ્થિતિ સુધી જઈ પરત પોતાના સ્થાને આવી જવું જોઈએ.
આ જાણકારી માન્યતાઓ, ધર્મગ્રંથો અને વિવિધ માધ્યમો પર આધારિત છે. કોઈપણ જાણકારીને માનતા પહેલા વિદ્વાનની સલાહ લેવી.
મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરવામાં આવે છે?
આ પણ જુઓ