ISROના ગગનયાન મિશનમાં જશે આ અવકાશ યાત્રીઓ
ચંદ્રયાન અને આદિત્ય એલ-1ની સફળતા બાદ હવે ઇસરો પોતાના નવા મિશનની તૈયારીમાં વ્યસ્ત છે.
ઇસરોના આ મિશનનું નામ ગગનયાન છે, જે ભારતનું પ્રથમ માનવ મિશન હશે. તેની ઘોષણાં 2018માં જ કરવામાં આવી હતી.
મિશનમાં જનાર 4 અવકાશ યાત્રીઓના નામ પર લાંબા સમયથી સસ્પેન્સ હતુ. જેનો હવે અંત આવ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં ઇસરોના વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રમાં ચારેયને દુનિયા સામે રજૂ કર્યાં અને એસ્ટ્રોનોટ વિંગ આપ્યાં.
આ નામોમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગત પ્રતાપ અને વિંગ કમાંડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે.
આ મિશન માટે અવકાશ યાત્રીઓની શોધ વર્ષ 2019થી શરૂ થઈ ગઈ. ત્યાર બાદ 12 લોકોમાંથી 4 લોકોની પસંદગી કરવામાં આવી.
શું દૂધ પીવાથી વજન વધે છે?
આ પણ જુઓ