શું દૂધ પીવાથી વજન વધે છે?

દૂધને પૂરક આહાર માનવામાં આવે છે. તેમાં સ્વાસ્થ્ય માટે જરૂરી તમામ પોષક તત્વ જોવા મળે છે.

વડીલો અને ડોક્ટર્સ હંમેશા રોજ એક ગ્લાસ દૂધ પીવાની સલાહ આપતા આવ્યાં છે.

કહેવાય છે કે રોજ દૂધ પીવાથી યાદશક્તિ વધે છે. સાથે જ શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે.

દૂધનું સેવન કરવાથી શરીરમાં તાકાત આવે છે. સાથે જ ત્વચાને સ્વસ્થ અને ચળકતી બનાવામાં મદદ કરે છે.

હાલના સમયમાં મોટા ભાગના લોકો સ્થૂળતાથી પરેશાન છે. તેઓ સતત પોતાનો વજન ઓછો કરવાનો પ્રયત્ન કરે છે.

જાડાપણાની સમસ્યાથી પરેશાન લોકોના મનમાં એવું હોય છે. દુધનું સેવન કરવાથી સ્થુળતા વધે છે કે ઓછી થાય છે.

એવામાં આજે અમે આપને જણાવીશું કે, શું દૂધ પીવાથી સ્થુળતા વધે છે કે રોજ એક ગ્લાસ દૂધનું સેવન કરવાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર, દૂધ પીવાથી વજન ઘટે છે કે વધે છે તે દૂધમાં રહેલા ફેટ પર આધાર રાખે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે દૂધમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનની માત્રા એક સરખા હોય છે પણ ફેટ અલગ અલગ માત્રામાં હોય છે.

એવામાં જો તમે વધુ ફેટ વાળા દૂધનું સેવન કરશો તો તમારુ વજન વધી શકે છે. જ્યારે ઓછા ફેટવાળા દૂધથી વજન પર નિયંત્રણ મેળવી શકાય છે.

આ સમાચાર સામાન્ય જાણકારી પર આધારિત છે. કોઈપણ પ્રકારની વધુ જાણકારી માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.