અટલ સેતુ ભારતનો સૌથી લાંબો દરિયાઇ બ્રિજ છે. આવો જ એક પૂલ દુબઈમાં પણ બનાવામાં આવ્યો છે. યુએઈના સૌથી લાંબા પૂલનું નામ શેખ રાશિદ સઇદ ક્રોસિંગ છે. તે સિક્સ્થ ક્રોસિંગના નામથી પણ ઓળખાય છે.
દુબઈમાં આવેલા આ બ્રિજની લંબાઈ 1.6 કિમી છે. તેને દુબઈ ક્રીક પર બનાવામાં આવ્યો છે. આવો આપને જણાવીએ કે તેને બનાવવામાં કેટલા રૂપિયાનો ખર્ચ આવ્યો છે.
ભારતના સૌથી લાંબા દરિયાઈ બ્રિજ અટલ સેતુને બનાવવામાં 17843 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. અટલ સેતુની લંબાઈ 21.8 કિમી છે.
રિપોર્ટ્સ અનુસાર શેખ રાશિદ બિન સઇદ ક્રોસિંગને બનાવવા માટે આશરે 5500 કરોડ રૂપિયા ખર્ચાયા છે. અમેરિકાની FXFWLE Architectsએ આ બ્રિજ બનાવ્યો છે.
દુબઈનો સૌથી લાંબો પૂલ આશરે 6700 કરોડ રૂપિયાના એક રોડ પ્રોજેક્ટનો ભાગ છે. આ આખી પરિયોજના શેખ રાશિદ બિન સઇદ ઈમ્પ્રૂવમેન્ટ કોરિડોર પ્રોજેક્ટનો ભાગ છે. જેનાથી 6.5 લાખ દુબઈવાસીઓને લાભ થશે.
આ પૂલનો પહેલો ફેઝ શરૂ થઈ ગયો છે. સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી આ પૂલ પરથી પ્રતિકલાક 20 હજાર વાહનો પસાર થશે.
શેખ રાશિદ બિન સઇદ ક્રોસિંગ એક 6 લેન પૂલ છે. જેનુ નામ યુએઈના પૂર્વ રાષ્ટ્રપતિ રાશિદ બિન સઈદના નામ પર રાખવામાં આવ્યું છે.
અહીં એક દિવસમાં 16 વાર થાય છે સૂર્યોદય અને સૂર્યાસ્ત