વેલેન્ટાઈન વિકની પ્રેમીઓ ઉત્સવની જેમ ઉજવણી કરે છે. જેમાં કપલ એક બીજાને પ્રેમની અભિવ્યક્તિ માટે અલગ અલગ દિવસોની ઉજવણી કરે છે.
આ દિવસોમાંથી એક દિવસ કિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 13 ફેબ્રુઆરીએ ઉજવાય છે. આ દિવસે બે પ્રેમીઓ પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરવા કિસ કરે છે.
કિસ કરવાથી માત્ર ભાવનાત્મક ફાયદા નથી થતા. પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે. આવો આપને જણાવીએ કે કિસ કરવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે.
કિસ કરવાથી મગજ ઓક્સિટોસિન, ડોપામાઇન અને સેરોટોનિન જેવા કેમિકલ્સ રિલિઝ કરે છે. જે તમને ખુશી અને ઉત્સાહ આપવામાં મદદરૂપ થાય છે.
કિસ કરવાથી શરીરમાં કાર્ટિસોલનું લેવલ ઓછુ થાય છે. આ એવું હોર્મોન છે જે તણાવમાં વધારો કરે છે. તેનુ સ્તર ઓછુ થવાથી સ્ટ્રેસ રિલિઝ થાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતોના અનુસાર કિસ બ્લડ વેસેલ્સને ફેલાવે છે. જેનાથી બ્લડ પ્રેસરના સ્તરને ઓછુ કરવામાં મદદ મળે છે.
કિસ કરતી વખતે હાર્ટની ગતિ વધી જાય છે. જેનાથી બ્લડ વેસેલ્સ ફેલાઈ છે અને બ્લડ ફ્લો વધી જાય છે. જેનાથી બ્લડ પ્રેશર ઓછુ થાય છે.
કોલેસ્ટ્રોલ લેવલ વધારવા માટે તણાવ પણ જવાબદાર માનવામાં આવે છે. પરંતું જ્યાર તમે કિસ કરો છો તો તણાવ રિલિઝ થઈ જાય છે. જેનાથી કોલેસ્ટ્રોલનું લેવલ નિયંત્રિત થઈ શકે છે.
નિષ્ણાંતોનું માનવું છે કે કિસ કરવાથી પ્રતિમિનિટ 2 થી 3 કેલેરી વપરાય છે. જે સ્વાસ્થ્ય માટે ખાસ કરીને વજન ઓછુ કરવા માટે ફાયદાકારક છે.
નિષ્ણાંતોનું માનવું છે કે કિસ કરતી વખતે 3 થી 35 માંસપેશિઓ સક્રિય થાય છે. જેનાથી ચહેરાની એક્સરસાઇઝ થઈ જાય છે. અને ફેસ પેટ ઓછુ થઈ શકે છે.