આ પ્રાકૃતિક વસ્તુઓથી વધશે ત્વચાની ચમક

ત્વચાની ચમક વધારવા માટે પાર્લર જવાની જરૂર નથી, કેમ કે દાદી-નાનીના ઘરગથ્થુ ઉપાય ત્વચાના નિખારને વધારવામાં મદદ કરે છે.

દહીમાં જોવા મળતા તત્વો તમારી સ્કિનના ગ્લોને વધારવાની સાથે તમારી ત્વચાની શષ્કતાને પણ ઘટાડે છે.

જો તમે રાત્રે પોતાના ચહેરા પર થોડી વાર માટે દહી લગાવી ફેશ વોશ કરી લેશો તો તમારી ત્વચા ટ્યુબલાઇટની જેમ ચમકવા લાગશે.

હળદર કાળા ડાઘા, ડેડ સ્કિન સેલ્સ, ટેનિંગ જેવી સમસ્યાને દૂર કરી તમારી સ્કિન પર ચમક વધારવાનું કામ કરે છે.

એક ચમચી હળદર, એલોવેરા જેલ અને મધને ભેળવીને ચહેરા પર લગાવો અને ચમકતી ત્વચા મેળવો.

મધમાં જોવા મળતા તત્વો ત્વચા સંબંધિત સમસ્યાઓનો ધરમૂળથી નાશ કરવામાં મદદ કરે છે.

મધને ચહેરા પર લગાવી થોડીવાર પછી ચહેરો ધોઈ લો. આમ કરવાથી તમારી સ્કિનની ચમક તરત જ વધી જશે.

જો તમે ઇચ્છો તો કોટન બોલની મદદથી કાચા દૂધને પોતાની સ્કિન પર લગાવાથી ત્વચાનો નિખાર વધે છે. 

એક અઠવાડિયામાં બે વાર આમાંથી કોઈપણ એક વસ્તુનો ઉપયોગ કરી તમે પોઝિટિવ પરિણામ મેળવી શકો છો. 

ઘરના મંદિરમાં કોડીઓ રાખવી શુભ છે કે અશુભ?