આજે કેન્સર નામનો રાક્ષસ માનવ સમાજ માટે સૌથી વધુ ચિંતાનો વિષય છે. દારુ, સ્મોકિંગ અને બિન આરોગ્યપ્રદ ખોરાક કેન્સરના મુખ્ય કારણ છે.
સારી અને સ્વસ્થ જીવનશૈલી ન હોવાથી કેન્સરનું જોખમ તો વધે જ છે. જાતિય સંબંધને પણ કેન્સર સાથે ખાસ સંબંધ છે.
ઘણાં અભ્યાસોમાં એ વાત સાબિત થઈ છે, કે સેક્સ અને કેન્સરને સંબંધ છે. કેવા પ્રકારના જાતિય સંબંધથી કેન્સરથી વધે છે, ચાલો જાણીએ.
ઓરલ કેન્સરના મુખ્ય કારણોમાં એક કારણ ઓરલ સેક્સ પણ છે. નિષ્ણાંતો અનુસાર, ઓરલ સેક્સથી એચપીવી વાયરલના ટ્રાન્સફરનું જોખમ રહે છે.
એચપીવી વાયરસ શરીરના અલગ અલગ ભાગમાં મસા બનવા માટે જવાબદાર છે. જે કોષિકાઓના અનિયંત્રિત ગ્રોથ અને કેન્સરનું કારણ બને છે.
અસુરક્ષિત રીતે જાતિય સંબંધ બાંધવાથી સર્વાઇકલ કેન્સર થવાનું જોખમ રહે છે. જણાવી દઈએ સર્વાઇકલ કેન્સર મહિલાઓના ગર્ભાશયના નીચેના ભાગે થાય છે.
એનલ કેન્સર અસુરક્ષિત રીતે જાતિય સંબંધ બાંધવાથી થઈ શકે છે. તે એચવીપી વાયરસના ફેલાવાથી થાય છે. એનલ કેન્સર થવાથી ગુપ્તાંગોમાં દુખાવો અને મળ ત્યાગતી વખતે મુશ્કેલી સર્જાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર, અસુરક્ષિત જાતિય સંબંધ બાંધવા અને નાની ઉંમરે જાતિય સંબંધ બાંધવાથી સર્વાઇકલ કેન્સર થવાનું જોખમ રહે છે.
આ સમાચાર સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. કોઈ પણ પ્રકારની વિશેષ જાણકારીઓ માટે નિષ્ણાંતોની સલાહ જરૂર લો.