શિયાળામાં વાળના ગ્રોથ માટે કરો આ ઉપાય

એલોવેરા જેલમાં એમિનો એસિડ હોય છે જે વાળનો ગ્રોથ વધારે છે. શિયાળામાં વાળને પોષણ આપવા માટે તેને કઈ રીતે લગાવવું આવો જાણીએ...

એલોવેરા ત્વચાની સાથે સાથે વાળને પણ પોષણ આપે છે. તેમાં વિટામિન એ, બી12, સી અને ઈ જેવા તત્વો જોવા મળે છે અને તે વાળને ઘાટા અને લાંબા બનાવે છે.

જો તમારા વાળમાં ખુજલી કે ખોડો (ડેન્ડ્રફ)ની સમસ્યા છે તો એલોવેરા જેલ તેનાથી છૂટકારો અપાવે છે. 

એલોવેરા જેલ વાળના ગ્રોથને વધારે છે. વાળને લાંબા, ઘાટા, કાળા બનાવવામાં મદદ કરે છે. તેનાથી વાળ ખરવાનું પણ ઓછું થાય છે.

એલોવેરાનું એક પાન કાપીને તેને કાંટાળા ભાગને ચાકુની મદદથી કાઢી નાખો. પછી તેના જેલને નાની વાટકીમાં કાઢી લો.

આ જેલને હેયર માસ્કની જેમ આખા વાળમાં લગાવી દો. એલોવેરા જેલને હાથ કે બ્રશની મદદથી વાળ પર લગાવી શકાય છે.

એલોવેરા જેલ લગાવીને હેર કેપ લગાવી લો અને પછી તેને 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ તેને શેમ્પુથી ધોઈ લો. તેલ લગાવી મસાજ કરી લો.

ઓઇલી વાળમાં એલોવેરા જેલમાં લીંબુનો રસ ભેળવીને લગાવો. અઠવાડિયામાં બેવાર જેલ વાળ પર અપ્લાઇ કરી શકો છો. તેનો નિયમિત પ્રયોગ કરવાથી વાળ ઉતરવાની સમસ્યા પણ દૂર થશે.

મકરસંક્રાંતિ : તહેવાર એક, નામ અનેક