11 મહિનાનો જ કેમ હોય છે ભાડા કરાર? જાણો શું છે કારણ

Spread the love

Rental Agreement : દરેક મકાન માલિક ઘરને ભાડે આપતી વખતે રેન્ટ એગ્રીમેન્ટ તૈયાર કરાવે છે. પરંતુ આખુ વર્ષ ઘર ભાડે આપવા માટે પણ રેન્ટ એગ્રીમેન્ટ 11 મહિનાનું જ બનાવામાં આવે છે.

આ પણ વાંચો – IPL 2024નું અત્યાર સુધીનું સરવૈયુ, શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ?

PIC – Social Media

Rental Agreement : દેશના કોઈપણ મેટ્રો સિટીમાં જાઓ તો તમારે ભાડે મકાન શોધવું જ પડે છે. જ્યારે તમે બહાર કોઈ શહેરમાં ભાડે રહો ત્યારે તમારે રેન્ટ્ર એગ્રીમેન્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જો કે તે જરૂરી પણ છે. રેન્ટ એગ્રીમેન્ટમાં ઘણી જરૂરી જાણકારીઓ લખેલી હોય છે. પરંતુ ખાસ વાત તો એ છે કે આખા વર્ષનુ રેન્ટ એગ્રીમેન્ટ 11 મહિના માટે જ બને છે. હવે તમે વિચારતા હશો કે વર્ષમાં 12 મહિના હોય છે તો 1 મહિનાનું ઓછુ એગ્રીમેન્ટ કેમ બને છે અને તેની પાછળુ શું કારણ છે?

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ માટે બને છે 11 મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ

ભારતીય કાયદામાં ભાડુઆત માટે પણ નિયમો નક્કી કરવામાં આવ્યાં છે. તેમાંથી એક રેન્ટ એગ્રીમેન્ટ સંબંધિત કાયદાનો પણ સમાવેશ થાય છે. વર્ષમાં ભલે 12 મહિના હોય, પરંતુ ભારતીય રજિસ્ટ્રેશન અધિનિયમ, 1908ની કલમ 17 (D)અંતર્ગત, એક વર્ષથી ઓછા સમય માટે રેન્ટ કે લીઝ એગ્રીમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર પડતી નથી. એટલે મકાન માલિક રજિસ્ટ્રેશનથી બચવા માટે 11 મહિનાનુ રેન્ટ એગ્રીમેન્ટ બનાવડાવે છે. એટલે કે ભાડે ઘર આપતી વખતે મકાન માલિકો અને ભાડુઆતોને સબ રજિસ્ટ્રાર ઓફિસે જઈને દસ્તાવેજ રજિસ્ટર કરાવાની કે રજિસ્ટ્રેશન ચાર્જ આપવાની જરૂર રહેતી નથી.

રજિસ્ટ્રાર ઓફિસના ધક્કામાંથી મુક્તિ

11 મહિનાના ભાડા કરાર કરાવવા પાછળનું એક મોટુ કારણ એ પણ છે કે આ સમય મર્યાદા માટે એગ્રીમેન્ટ માટે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ આપવો પડતો નથી. જો રેન્ટ એગ્રીમેન્ટ એક વર્ષથી ઓછી સમય મર્યાદા માટે બન્યું છે તો તેના પર લાગુ પડતો સ્ટેમ્પ ચાર્જ ફરિયાત નથી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

11 મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ મકાન માલિકના પક્ષમાં હોય છે. રેન્ટ એગ્રીમેન્ટનો ચાર્જ ભાડુઆતને ભોગવવો પડે છે. સામાન્ય રીતે નોટરી રેન્ટ એગ્રીમેન્ટનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે 100 રૂપિયા કે 200 રૂપિયાના સ્ટમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે.