શા માટે ઉજવાય છે મહાશિવરાત્રિ, મહાશિવરાત્રિનું શું છે મહત્વ?

Spread the love

Mahashivratri : મહાશિવરાત્રિનો તહેવારએ મનુષ્યને પાપ, અન્યાય અને દુરાચારથી દૂર રાખી પવિત્ર અને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપે છે. શિવરાત્રિ એ મૃત્યુ લોક માટે મહત્વપૂર્ણ અને ધાર્મિક તહેવાર છે. આ દિવસે શિવ ભક્તો અને શિવમાં આસ્થા ધરાવતા લોકો ઉપવાસ રાખે છે અને ભગવાન શિવની પૂજા આરાધના કરે છે.

આ પણ વાંચો – 7 March 2024 : જાણો, આજનું રાશિફળ

PIC – Social Media

Mahashivratri : મહાશિવરાત્રિનો તહેવારએ મનુષ્યને પાપ, અન્યાય અને દુરાચારથી દૂર રાખી પવિત્ર અને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપે છે. શિવરાત્રિ એ મૃત્યુ લોક માટે મહત્વપૂર્ણ અને ધાર્મિક તહેવાર છે. આ દિવસે શિવ ભક્તો અને શિવમાં આસ્થા ધરાવતા લોકો ઉપવાસ રાખે છે અને ભગવાન શિવની પૂજા આરાધના કરે છે. કલ્યાણકારી અને મોક્ષ અર્પણ કરનાર તહેવાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની વિધિ પૂર્વક પૂજા અર્ચના કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવના પૂજનમાં શિવલિંગને વિશેષ મહત્વ આપવામાં આવે છે, જેનો અર્થ પ્રકૃતિની તમામ યોનિઓની સમષ્ટિ સ્વરુપ છે. મહાશિવરાત્રી કાલની અભિવ્યક્તિ કરનારી એક માત્ર કાલ રાત્રિ છે, જે મનુષ્ય લોકના સર્વ પાપનો નાશ કરે છે.

સમુદ્રમંથન વખતે સમુદ્રમાંથી પ્રગટ થયેલ હળાહળ વિષનો પોતાના કંઠમાં સંગ્રહ કરી સંપૂર્ણ બ્રહ્માંડનું રક્ષણ કર્યું. ત્યારથી ભગવાન શિવજીને નીલ કંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. અન્યાય અને અત્યાચારના પર્યાય બનેલા તારકાસુરના વધનું નિમિત્ત બનેલા ભગવાન શિવ શંકરે માતા સતીને યજ્ઞકુંડની જ્વાળામાં ભષ્મ થયા બાદ તાંડવ નૃત્ય કરી સમસ્ત લોકોમાં પોતાની સંહાર શક્તિનો પરિચય આપ્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

મહાશિવરાત્રિ કેમ કહેવાય છે?

મહાશિવરાત્રિ નામ પડવા પાછળ પણ ખૂબ જ રસપ્રદ કથા છે. શિવ પૂરણ મુજબ એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ શંકર વર્ષમાં છ મહિના કૈલાસ પર્વત પર તપસ્યામાં લીન રહે છે, ત્યાર બાદ છ મહિના પૃથ્વી પર સ્મશાન ઘાટમાં રહે છે. ત્યાર બાદ મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસ તિથિ એ કૈલાસ પર્વત પર પુનઃ આગમન થાય છે. આ મહાન દિવસ શિવભક્તોમાં મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે.

મહાશિવરાત્રિનું મહત્વ

શિવરાત્રિના દિવસે તમામ શિવ મંદિરો શણગારવામાં આવે છે, ત્રિપાંખીય બીલી પત્ર શિવલિંગ પર ચઢાવવામાં આવે છે, આસોપાલવ તેમજ આંબાના પાનથી તોરણ બનાવવામાં આવે છે અને શિવ મંદિરના દ્વાર પર બાંધવામાં આવે છે.

દર વર્ષે મહાશિવરાત્રિ ખૂબ જ આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. શિવ ભક્તો ઉપવાસ રાખે છે અને સાંજે પોતાની અનુકુળતા પ્રમાણે દૂધ મિશ્રિત શુદ્ધ જળથી શિવલિંગને સ્નાન કરાવે છે. તેમજ શિવજીના વાહન નંદીનો પૂજન પણ કરવામાં આવે છે.

સાધુઓનું પિયર એવું જૂનાગઢ – ગિરનારમાં શિવરાત્રિ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. દેશભરમાંથી સાધુ સંતો અને મહંતોનું શિવરાત્રીના દિવસે ગિરનાર પર આગમન થાય છે. શિવરાત્રિએ નીકળતી સાધુ-સંતોની રવેડી જોવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

શિવરાત્રીના દિવસે ગંગા સ્નાનનું પણ મહત્વ છે. જન કલ્યાણ અર્થે પૃથ્વી પર આવતી ગંગાના તીવ્ર પ્રવાહને પોતાની જટામાં સમાવી ભગવાન શિવ શંકરે ધીરે ધીરે પૃથ્વી પર છોડી હતી. શિવરાત્રીના દિવસે સવારથી જ ભગવાન શિવના તમામ મંદિરોમાં મહાપૂજા શરુ થાય જાય છે. જેમાં ભગવાન શિવની મહા આરતી થાય છે. દૂધ અભિષેક કરવામાં આવે છે, તેમજ વિવધ ભોગ ચડાવવામાં આવે છે. ઘણા મંદિરોમાં પૂજારી તેમજ કથાકાર દ્વારા શ્રદ્ધાળુઓને ભગવાન શિવનો મહિમા તેમજ શિવ કથા સંભળાવવામાં આવે છે. પૃથ્વી પર વધતા દુરાચાર અને અન્યાયને દૂર કરવા ભગવાન શિવ શંકર વિવિધ અવતારે પૃથ્વી પર આવે છે તેમના વિવિધ અવતાર વિશે શ્રદ્ધાળુઓને માહિતગાર કરવામાં આવે છે.

શિવજીના જટામાં હંમેશા બીજનો ચંદ્ર રહે છે, જે શાંતિનું પ્રતિક છે. મહાશિવરાત્રિના દિવસે જે લોકો મન લગાવીને ભગવાન શિવ શંકરની પૂજા કરે છે, તે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય જાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે.

@જશુભાઈ સોલંકી