વિશ્વમાં ક્યા દેશના લોકો છે સૌથી ખુશ, જાણો, ભારતનું સ્થાન

Spread the love

World Happiest Countries : ફિનલેન્ડે સતત સાતમાં વર્ષે દુનિયામાં સૌથી ખુશખુશાલ દેશનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આવો જાણીએ કે દુનિયાના ખુશ દેશોની યાદીમાં ભારતનું સ્થાન કેટલામાં નંબરે છે.

આ પણ વાંચો – Mirzapur 3 : જુઓ, કાલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયાનો ધાંસુ ફર્સ્ટ લૂક

PIC – Social Media

World Happiest Countries : સંયુક્ત રાષ્ટ્રની વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ અનુસાર સૌથી ખુશ દેશોમાં નોર્ડિક દેશોનો દબદબો જોવા મળ્યો છે. ફિનલેન્ડે સતત સાતમા વર્ષે દુનિયાના સૌથી ખુશ દેશનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ફિનલેન્ડ બાદ આ યાદીમાં ડેનમાર્ક, આઇસલેન્ડ અને સ્વીડનનુ નામ આવે છે.

શોધકર્તાઓના જણાવ્યા અનુસાર ફિનલેન્ડના લોકોની ખુશીનું કારણ તેઓનું પ્રકૃતિ સાથે જોડાણ, હેલ્ઘી વર્ક લાઇફનું બેલેન્સ વગેરેને ગણી શકાય. ફિનલેન્ડના લોકો આર્થિક વિકાસ સિવાય અન્ય પરિબળોને પણ જીવનની સફળતા તરીકે જુએ છે. તે સિવાય, સામાજિક સુરક્ષા, સરકારી સંસ્થાઓ પર વિશ્વાસ, ઓછો ભ્રષ્ટાચાર, સારુ શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધા તેની ખુશીમાં યોગદાન આપે છે.

બીજી બાજુ સર્વેક્ષણમાં સામેલ 143 દેશોની યાદીમાં અફઘાનિસ્તાન ખુશ દેશોની રેન્કિંગમાં સૌથી નીચે આવે છે. જે 2020માં તાલિબાન બીજી વાર સત્તામાં આવ્યા બાદ સતત માનવીય સંકટોનો સામનો કરી રહ્યું છે.

અમેરિકાના રેન્કમાં પણ ઘટાડો

એક દાયકાથી પણ વધુ સમયમાં પહેલીવાર સંયુક્ત રાજ્ય અમેરિકા અને જર્મની, 20 સૌથી ખુશ દેશોની યાદી બાહર થઈ ગયા છે. અને ક્રમશઃ 23માં અને 24માં નંબરે પહોંચી ગયા છે. અમેરિકા રેન્કિંગમાં ગત વર્ષે 16માં સ્થાન પર હતુ. કોસ્ટા રિકા અને કુવૈતે 12માં અને 13 રેન્કિંગ સાથે ટોપ 20માં પોતાની જગ્યા બનાવી છે. આ વર્ષે કેનેડા 15માં નંબરે જ્યારે બ્રિટન 20માં, જર્મની 24માં અને ફ્રાન્સ 27માં સ્થાને છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

ખુશ દેશોની યાદીમાં ભારતનું સ્થાન

ખુશ દેશોની યાદીમાં ભારત ગત વર્ષની જેમ 126માં નંબરે જ છે. જ્યારે ભારતના પાડોશી દેશ ચીન 60માં, નેપાળ 93માં, પાકિસ્તાન 108માં, મ્યાનમાર 118માં, શ્રીલંકા 128માં અને બાંગ્લાદેશ 129માં નંબરે છે. આમ જોઈએ ખુશ દેશોની યાદીમાં પાકિસ્તાન ભારતથી આગળ છે.

આખી દુનિયામાં આશરે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરષોની તુલનામાં ઓછી ખુશ છે. ઉંમર વધવાની સાથે તેની ખુશીનુ સ્તર વધુને વધુ ઘટતુ જાય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ભારતમાં શિક્ષણનુ સ્તર અને જાતી પણ ખુશીમાં મોટી ભુમિકા ભજવે છે. ઓછા ભણેલા અને એસસી, એસટી જાતિના લોકોની ખુશીનું સ્તર ઓછુ જોવા મળ્યું છે.

દુનિયામાં યુવાનોની વસ્તીની વાત કરીએ તો લિથુઆનિયા, ઇઝરાયલ, સર્બિયા, આઇસલેન્ડ, ડેનમાર્ક મોખરે છે. જ્યારે ફિનલેન્ડ આ મામલે સાતમા નંબરે હતુ. ભારતની યુવા વસ્તી ખુશીના મામલે 127 નંબર પર હતી.