અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલ્લાની નવી મૂર્તિના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હવે સવાલ એ સામે આવી રહ્યો છે કે રામ મંદિર સામાન્ય લોકો માટે ક્યારે ખુલશે?

Ayodhya Ram Mandir: સામાન્ય લોકો માટે ક્યારે ખુલશે અયોધ્યાનું રામ મંદિર, જાણો તારીખ

Spread the love

Ayodhya Ram Mandir: અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલ્લાની નવી મૂર્તિના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હવે સવાલ એ સામે આવી રહ્યો છે કે રામ મંદિર સામાન્ય લોકો માટે ક્યારે ખુલશે? તો આનો જવાબ પણ મળી ગયો છે.

આ પણ વાંચો: તમે સ્વસ્થ છો કે અસ્વસ્થ જાણો તમારા હોઠના રંગ પરથી

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને આ માહિતી આપી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ચંપત રાયે મીડિયાને આ માહિતી આપતા કહ્યું કે રામ મંદિર 23 જાન્યુઆરીથી સામાન્ય જનતા માટે હંમેશા માટે ખુલ્લું રહેશે.

માહિતી આપતા તેમણે કહ્યું કે, રામ મંદિરના ગર્ભગૃહની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહમાં તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નૃત્ય ગોપાલજી મહારાજ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મહાસચિવએ જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીએ યોજાનાર ‘પ્રાણ-પ્રતિષ્ઠા’ સમારોહમાં 150 થી વધુ સંતો, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો અને પદ્મ પુરસ્કાર વિજેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.