જ્યારે ચમકીલાની સમાધિ માટે કરવો પડ્યો સંઘર્ષ, પહેલી પત્નીએ કર્યો ખુલાસો

Spread the love

Chamkila : 80ના દાયકાના પ્રસિદ્ધ ગાયક અમરસિંહ ચમકીલાની બાયોપિક નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. દિલજીત દોસાંજ અને પરિણિતી ચોપરા સ્ટારર આ ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યાં છે.

આ પણ વાંચો – સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ : કાર દુર્ઘટનામાં બની રહ્યું છે મોતનું કારણ

PIC – Social Media

Chamkila : દિલજીત દોસાંજ અને પરિણિતી ચોપરા સ્ટારર ફિલ્મ ચમકીલા નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ચૂકી છે. આ બાયોપિકના ખૂબ વખાણ થઈ રહ્યાં છે. એટલુ જ નહિ બંને લીડ એક્ટર્સની સાથે ચમકીલાના વ્યક્તિત્વને પણ ઘણી પ્રસંશા મળી રહી છે. 1980ના દાયકામાં પંજાબના પ્રસિદ્ધ સિંગર અમર સિંહ ચમકીલાને લોકો આ ફિલ્મ દ્વારા રીડિસ્કવર કરી રહ્યાં છે.

અમર સિંહ ચમકીલાએ પોતાની સાથે ડુએટ પરફોર્મ કરનાર અમરજોત કૌર સાથે બીજા લગ્ન કર્યાં હતા. પરંતુ સિંગિંગમાં નામ બનાવતા પહેલા તેના પહેલા લગ્ન ગુરમેલ કૌર સાથે થઈ ચુક્યા હતા. ચમકીલાની રિલીઝ પછી હવે ગુરમેલના ઘણાં ઇન્ટરવ્યુ સામે આવવા લાગ્યા છે. એક ઇન્ટરવ્યુમાં ગુરમેલ જણાવે છે, કે “ચમકીલા તેનું ઘણું સન્માન કરતો હતો. તેઓએ જણાવ્યું કે ચમકીલાની હયાતીમાં વિવાદ થયા પરંતુ તેના મોત પછી પણ તેની સમાધીને લઈ ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.”

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

લવ પંજાબ નામના એક પોડકાસ્ટમાં વાત કરતા ગુરમેલ જણાવે છે, કે પતિ ચમકીલાએ ભલે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ તે ગુરમેલનું ખુબ સન્માન કરતા હતા. તેઓએ પંજાબીમાં કહ્યું, તે હંમેશા પોતાના પિતાને કહેતા હતા કે જુઓ, ગુરમેલ કેટલી સમજદાર છે. તેણે કોઈ સામે મારુ માથુ નમવા દીધુ નહિ. નહિતર તે મને જેલ મોકલી શકી હોત.

ગુરમેલે જણાવ્યું, કે ચમકીલાની સમાધી બનાવવા માટે પણ તેને ઘણો સંઘર્ષ કર્યો તેના વિસ્તારના લોકોએ ભારે વિરોધ કર્યો હતો. તેઓએ જણાવ્યું કે, “લોકો કહેવા લાગ્યા કે આ રીતે દરેક મરનારની સમાધી બનવા લાગી તો ભવિષ્યમાં મડદાને સળગાવા માટે જગ્યા નહી રહે.”

ગુરમેલે જણાવ્યું, કે સમાધિ બનાવા માટે જે ઈંટો અને રેતી આવી હતી તે તેમની તેમ પડી રહી હતી. ત્યાર બાદ તેઓએ એક બાબાજી સાથે વાત કરી. જે તેની સાથે પોલીસ સ્ટેશન ગયા. ત્યાં સ્ટેશન ઇન્ચાર્જે બીજા પક્ષને બોલાવી વાતચીત કરી. ત્યાર બાદ ચમકીલાની સમાધિ બનાવવાની મંજૂરી મળી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જણાવી દઈએ કે, 80ના દાયકામાં પંજાબના સૌથી પોપ્યુલર સિંગર ચમકીલાની રેકોર્ડ્સ સૌથી વધુ વેંચાતી હતી. તેની કેસટ પણ સૌથી વધુ વેંચાતી. પરંતુ ચમકીલા હંમેશા અશ્લિલ ગીત લખવા અને ગાવાના આરોપથી ઘેરાયેલા રહ્યાં. તેને લઈ તેઓને ઘણીવાર ધમકીઓ પણ મળી. 1988માં ચમકીલા પર જીવલેણ હુમલો થયો જેમાં તેની સાથે અમરજોત અને તેના બે અન્ય સાથીઓના મોત થયા. તેની બાયોપિક ‘ચમકીલા’ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.