આ તો ૩૨ લખનો છે ૩૨ લક્ષણો ક્યા ક્યા છે?

Spread the love

Shivange R Khabri Media Gujarat

જ્યારે પણ માનવીય લક્ષણો-ગુણોની વાત આવે ત્યારે ઘણી વખત પુરુષનાં ‘બત્રીસ લક્ષણો’નો ઉલ્લેખ હોય છે, પણ ક્યાંયે એની યાદી જાણવા-વાંચવામાં આવી નહોતી. આજે અચાનક જ આપણા સંસ્કૃતિનાં અમૂલ્ય વારસામાંથી ‘બોધક કથાઓ’નાં પુરાતન પુસ્તક વાંચી અને ૩૨ લક્ષણો વિષે જાણ થઇ તો મને થયું કે તમને પણ જણાવુ. તો થઇ જાઓ તૈયાર

માન,
ધીરજ,
વાકપટુતા,
ક્ષમા અને સત્ય
ચપળતા,
નિદ્રા, સાહસ,
વફાદારી અને કૃતજ્ઞતા સ્વામીભક્તિ
વાત તરત જ સમજી જવું
મધુર વાણી,
આકર્ષક દેખાવ,
ઉચ્ચ સ્થાને રહેવુ,
સુઘડતા
યુક્તિ,
પ્રયુક્તિ જાણવી,
મગજ શાંત રાખવું,
શત્રુને હણવા
વહેલા ઉઠવું,
યુધ્ધમાં અડગતા,
પરિવારનુ પોષણ,
પોતાની સ્ત્રી પર જ પ્રીતિ રાખવી
સખત મહેનત કરવી,
દુ:ખને ગણકારવુ નહી,
સંતોષી રહેવું
ચંચળતા
અવિશ્વાસ
લાજ શરમ રાખવી,
સમયની કસોટીમાથી બહાર ઉતરવુ,
પોતાની જાતિ સાથે જ રહેવું
એકાગ્રતા
પરાક્રમ

કોઈ વ્યક્તિ ૩૨ લક્ષણ વાળું નથી હોતું અર્પણ આપણી કેળવણી આપણા જ હાથ માં છે સાચું કહ્યું ને?