ભારતીય રેલવે દુનિયાનુ ચોથું સૌથી મોટુ રેલવે નેટવર્ક ધરાવે છે. રેલવેની મદદથી દેશમાં રોજ લાખો લોકો મુસાફરી કરે છે.
ટ્રેન દ્વારા યાત્રા કરતી વખતે તમે જોયું હશે કે તમામ રેલવે સ્ટેશનના નામના બોર્ડ પીળા રંગના હોય છે.
પીળા રંગના બોર્ડ પર રેલવે સ્ટેશનનું નામની સાથે સમુદ્રતળથી ઉંચાઈ પણ લખેલી હોય છે. પરંતુ શુ તમે ક્યારેય વિચાર્યું છે કે રેલવેના સાઇન બોર્ડને હંમેશા પીળા રંગમાં કેમ રંગવામાં આવે છે?
આજે અમે આપને જણાવીશુ કે રેલવે સ્ટેશન પર લાગેલા બોર્ડનો રંગ પીળો કેમ હોય છે.
નિષ્ણાંતો અનુસાર, પીળાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને દૂરથી પણ સરળતાથી જોઈ શકાય છે.
ટ્રેન સ્ટેશન પર પહોંચે તે પહેલા ડ્રાઇવર દૂરથી જ પીળો રંગ જોઈ શકે છે. તેનાથી તેને ખ્યાલ આવે કે આગળ સ્ટેશન છે.
આમ તો ટ્રેન દરેક સ્ટેશન પર થોભતી નથી. પરંતું સ્ટેશનનું બોર્ડ જોયા બાદ ડ્રાઇવર સતર્ક થઈ જાય છે.
જણાવી દઈએ કે સ્કુલ બસ પણ પીળા રંગની હોય છે. તેની પાછળ પણ એ જ કારણ છે કે પીળો રંગ દૂરથી જોઈ શકાય છે.
પીળા રંગની બસ જોઈને માર્ગ પર હાજર લોકો સતર્ક થઈ જાય છે. પીળો રંગ જોવા માટે આંખો પર દબાણ પણ નથી કરવું પડતુ.