Thick Brush Stroke

રણદીપ હૂડાના જે પરંપરાથી લગ્ન થયા તે "મેતેઈ" પરંપરા શું છે?

બોલિવૂડ એક્ટર રણદીપ હૂડા અને લિન લેશરામ લગ્નસંબંધમાં બંધાઈ ગયા છે. આ લગ્ન મેતેઈ પરંપરા અનુસાર કરાયા હતા

રણદીપ હુડાએ મણિપુરના અનોખા રિતિરીવાજ અનુસાર લગ્ન કર્યાં હતા. જેના ફોટા સો. મીડિયામાં વાયરલ થતા લોકો આ પરંપરા વિશે જાણવા માંગે છે.

મેતેઈ પરંપરા 350 વર્ષ જુની હોવાનું જાણવા મળ્યું છે. આ રિવાજમાં કન્યાનો પરિવાર વરના પરિવારનું કેળાના પાનથી કવર એક થાળીથી સ્વાગત કરે છે.

લગ્નની આ પરંપરામાં વર સફેદ રંગના પોષાક પહેરે છે. તેમજ કન્યા વરને જયમાળા પહેરાવ્યા બાદ નમન કરે છે. લગ્નમાં તુલસીની સાક્ષીએ વર કન્યાને વચન લેવડાવવામાં આવે છે.

આ લગ્નમાં વર અને કન્યા નીચે બેસીને તમામ વિધિ કરે છે. આ પરંપરા વર અને કન્યા બેસીને જ જયમાળા પહેરાવે છે. જે મોગરાના ફૂલો દ્વારા તૈયાર કરવામાં આવે છે.

મેતેઈ પરંપરામાં વર અને કન્યા માટે ખાસ પ્રકારના પોષાક તૈયાર કરવામાં આવે છે. વર માટે સફેદ ધોતી-કુર્તો અને દુલ્હન માટે સફેદ સોનેરી રંગનો ડ્રેસ તૈયાર કરવામાં આવે છે.

આ ખાસ પરંપરામાં કન્યાના પિતા વરની પૂજા કરે છે, ત્યાર બાદ કન્યાનો પરિવાર વર અને કન્યાને ગિફ્ટ કે રૂપિયાનું શગુન આપે છે.

આવી જ મજેદાર સ્ટોરીઓ જોવા માટે Khabri Mediaને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.