પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને પદ્મશ્રી આ ત્રણેય નાગરિક સન્માન ભારતમાં મોટુ સન્માન માનવામાં આવે છે.
દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ ભારત સરકાર દ્વારા આ પુરસ્કાર જાહેર કરવામાં આવે છે. ત્યારે બાદ રાષ્ટ્રપતિના હસ્તે અર્પણ કરવામાં આવે છે.
ભારત રત્ન ભારતનું સૌથી મોટુ નાગરિક સન્માન છે. ત્યારે બાદ પદ્મ પુરસ્કાર આવે છે.
પદ્મ પુરસ્કારોની શરૂઆત ભારત સરકારે વર્ષ 1954માં કરી હતી. 1955માં તેને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ નામ આપવામાં આવ્યું.
આ પુરસ્કાર કળા, સાહિત્ય, શિક્ષણ, ખેલ, મેડિસિન, સામાજિક કાર્યો, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સિવિલ સેવા, વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં અસાધારાણ કાર્ય કરનાર હસ્તિઓને આપવામાં આવે છે.
ડોક્ટર અને વિજ્ઞાનિક સરકારી સેવા કરનાર પણ આ સન્માન મેળવવાના હકદાર છે. અન્ય સરકારી કર્મચારી કે અધિકારી ફરજ દરમિયાન પદ્મ પુરસ્કાર મેળવી શકતા નથી.
આ પુરસ્કારોને મેળવવા માટે ભારત સરકાર દ્વારા બનાવામાં આવેલા પોર્ટલ www.awards.gov.inમાં અરજી કરવાની રહે છે.
અરજી કર્યા બાદ ભારત સરકાર આ અરજીઓ ચકાશે છે અને પછી પુરસ્કારો માટે વ્યક્તિઓની પસંદગી કરે છે.
પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે કોઈ વ્યક્તિ, સંસ્થા, સાંસદ, ધારાસભ્ય, મંત્રી વગેરે પણ પોતાના નામની ભળામણ યોગ્ય માધ્યમ દ્વારા કરી શકે છે.
આ પુરસ્કાર મેળવનાર વ્યક્તિઓને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. સાથે જ એક પ્રતિકૃતિ પણ આપવામાં આવે છે.