આ છે દેશની પ્રસિદ્ધ મહિલા કથાવાચકો

દેશમાં ઘણાં કથાવાચક છે જે અલગ અલગ ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન લોકો સુધી પહોંચાડે છે. કેટલાક ભગવાન કૃષ્ણ, કેટલાક શિવ તો કેટલાક કથાવાચક રામ સંબંધિત કથાઓ કરે છે. 

પુરુષની જેમ મહિલા કથાવાચકનો પણ ભારત સહિત વિશ્વમાં ડંકો છે. તો આવો આજે આપણે કેટલીક જાણિતી કથાવાચક મહિલાઓ વિશે માહિતી મેળવીએ.

28 વર્ષની જયા કિશોરી કલકત્તાની રહેવાસી છે અને તે દેશની જાણીતી હસ્તિઓમાંથી એક છે. જયા કિશોરી દેશની સૌથી ફેમસ મહિલા કથાવાચકોમાંથી એક છે. 

જયા કિશોરી

જયા કિશોરી ભગવદ કથાનું લોકોને રસપાન કરાવે છે. તે કથાવાચકની સાથે મોટિવેશનલ સ્પીકર પણ છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેસમ છે.

જયા કિશોરી

દેવી ચિત્રલેખા પ્રસિદ્ધ કથાવાચક છે. તે મૂળ હરિયાણાની રહેવાસી છે. તેનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સામેલ છે. 

દેવી ચિત્રલેખા

દેવી ચિત્ર લેખા 4 વર્ષની હતી, ત્યારથી તેણે એક બંગાળી બાબા પાસેથી દિક્ષા લીધી હતી અને માત્ર 7 વર્ષની ઉંમરે તે આધ્યાત્મ તરફ વળી હતી.

દેવી ચિત્રલેખા

અલીગઢની રહેવાસી નેહા સારસ્વત, કથાવાચક નિધી સારસ્વતની નાની બહેન છે. મોટી બહેનને જોઈ તેનું મન પણ કૃષ્ણ ભક્તિમાં તરબોળ થયુ અને માત્ર 7 વર્ષની ઉંમરે જ ગીતા પાઠ કરવા લાગી હતી. 

દેવી નેહા સારસ્વત

દેવી નેહાની કથા સાત દિવસ સુધી ચાલે છે. તેણે વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી વિષય સાથે ધોરણ 12ની પરીક્ષામાં 89 ટકા મેળવ્યાં હતા. 

મધ્ય પ્રદેશના રીવાની રહેવાસી 17 વર્ષની પલક કિશોરી પોતાની કથાઓને લઈ ઘણી ફેમસ છે. 

પલક કિશોરી

તેના પરિવારજનો ધાર્મિક હોવાથી અવારનવાર ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન યોજાતા હતા. જેને કારણે પલક પૂજા પાઠ તરફ ઢળી હતી.

પલક કિશોરી

26 વર્ષની દેવી કૃષ્ણા પ્રિયા મથુરાની રહેવાસી છે. કૃષ્ણા પ્રિયાની કૃષ્ણ ભક્તિ સમય સાથે વધતી ગઈ અને આજે તેની કથાઓ દૂર દૂર સુધી આયોજિત કરવામાં આવે છે. 

દેવી કૃષ્ણા પ્રિયા 

દેવી કૃષ્ણા પ્રિયા 4 વર્ષની ઉંમરથી ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ રહી છે. તે ભગવત કથા, મહાભારત, રામાયણ, કૃષ્ણલીલાની કથાઓનું ભક્તનોને રસપાન કરાવે છે.

દેવી કૃષ્ણા પ્રિયા 

આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે Khabri Mediaને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.