આ છે દુનિયાના 5 સૌથી મોંઘા ફળ

આરોગ્ય માટે રોજ ફળોનું સેવન ફાયદાકારક સાબિત થયા છે.

પરંતુ, દુનિયામાં કેટલાક ફળોની કિંમત એટલી વધારે છે, કે તેને રોજ ખાવા શક્ય નથી.

આજે અમે આપને દુનિયા પાંચ સૌથી મોંઘા ફળો વિશે જણાવીશું.

યુબરી મેલનને દુનિયાનું સૌથી મોંઘુ ફળ માનવામાં આવે છે.

જાપાનમાં આ ફળની હરાજી થાય છે. વર્ષ 2022માં તેની હરાજી આશરે 20 લાખ રૂપિયા સુધી પહોંચી હતી.

રૂબી રોમન દ્રાક્ષ પણ સૌથી મોંઘા ફળોમાંથી એક છે. તેનું ઉત્પાદન જાપાનના ઇશિકાવામાં થાય છે.

આકારમાં તે અન્ય દ્રાક્ષ કરતા ચાર ગણી મોટી હોય છે. 

વર્ષ 2022ની હરાજી દરમિયાન આ દ્રાક્ષના ઝુમખાને 8.8 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતુ.

તાઇયો નો તામાગો કેરી જાપાનના ક્યુશુ પ્રાન્તના મિયાજાકીમાં થાય છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેરીની કિંમત 2.7 લાખ રૂપિયા છે.

પીળા રંગનું હેલિગન અનાનસ દુનિયાના સૌથી મોંઘા ફળમાંથી એક છે.

બ્રિટનના લોસ્ટ ગાર્ડન ઓફ હેલિગનમાં તેનું ઉત્પાદન થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ એક અનાનસની કિંમત 1 લાખ રૂપિયા છે.

જાપાનમાં ઉગાડવામાં આવતા ચોરસ તરબુચની કિંમત 100 ડોલર એટલે કે આશરે 6,500 રૂપિયાથી શરૂ થાય છે. તેની સરેરાશ કિંમત 16 હજારની આસપાસ રહે છે.

જો કે, આ તરબુચને એક ચોરસ બીબાની મદદથી ચોરસ આકાર આપવામાં આવે છે.

આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે Khabri Mediaને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.